Tibet માં બે દેશોના યુદ્ધ અભ્યાસથી ભારતીય સેના સતર્ક, જાણો શું છે ચીન-પાકિસ્તાનનું ષડયંત્ર

|

Jun 11, 2021 | 7:29 PM

ચીન (China) સાથેની મિત્રતા એ પાકિસ્તાનની મજબૂરી છે કારણ કે તે એકલા ભારત(India) સાથે સ્પર્ધા કરવામાં સક્ષમ નથી. આ ચીનની પણ મજબૂરી છે. તેથી તે ભારતની સામે પાકિસ્તાની સૈન્યની મદદ લઈ રહ્યું છે.

Tibet માં બે દેશોના યુદ્ધ અભ્યાસથી ભારતીય સેના સતર્ક, જાણો શું છે ચીન-પાકિસ્તાનનું ષડયંત્ર
તિબેટમાં બે દેશોના યુદ્ધ અભ્યાસથી ભારતીય સેના સતર્ક

Follow us on

ભારત(India)ના બે પાડોશી દેશો પાકિસ્તાન અને ચીનના હવાઈ દળ અત્યારે  તિબેટ (Tibet)માં સંયુક્ત યુદ્ધ અભ્યાસ કરી રહ્યા છે. જેના લીધે ભારતની ચિંતાઓ વધી ગઈ છે કારણ કે લદાખને લગતો વિસ્તાર પહેલાથી જ વિવાદોથી ઘેરાયેલો છે. ચીન(China)અને પાકિસ્તાન(Pakistan)સાથે ભારતના સંબંધો હંમેશાં તણાવપૂર્ણ રહ્યાં છે. તેવા સમયે ભારત આ યુદ્ધ અભ્યાસ પર નજર રાખી રહ્યું છે.

આ યુદ્ધ અભ્યાસ માં ચીન અને પાકિસ્તાનના ઘણા લડાકુ વિમાનો ભાગ લઈ રહ્યા છે. તેઓ હવાથી -હવામાં, જમીન અને પાણીમાં માર કરવાનો અભ્યાસ કરી રહ્યા છે. ભારતે(India) પણ તેના પગલે સરહદ અને હવાઇ દળને એલર્ટ કરી દીધા છે. તેમજ સરહદ પર સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

ભારતને ઉશ્કેરવા માટે પસંદ કરેલ વિસ્તાર

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તિબેટ(Tibet) માં થઈ રહેલ આ યુદ્ધ અભ્યાસ ઘણી રીતે મહત્વપૂર્ણ છે કારણ કે પાકિસ્તાન(Pakistan) તેમાં ભાગ લઈ રહ્યું છે. ઘણીવાર કોઈ પણ દેશ બીજા દેશ સાથે વિવાદિત વિસ્તારમાં યુદ્ધ અભ્યાસ ચલાવતું નથી. પરંતુ ચીનની મિત્રતા હેઠળ પાકિસ્તાન ભારતીય સરહદથી થોડે દૂર આ વિસ્તારમાં પોતાનું લડાકુ વિમાન ઉડાવી રહ્યું છે. બંને દેશો દ્વારા યુદ્ધ અભ્યાસ માટે આ ક્ષેત્રની પસંદગી ઘણા પ્રશ્નો ઉભા કરે છે.

તિબેટ પર ચીન દ્વારા કપટપૂર્વક કબજો કરવામાં આવ્યો છે અને તે ભારતની સરહદની બાજુમાં છે. એક વર્ષ સુધી આ ક્ષેત્ર ભારત અને ચીનની સૈન્ય વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ રહ્યું. એવું માનવામાં આવે છે કે ભારતને ઉશ્કેરવા માટે ચીને આ ક્ષેત્ર યુદ્ધ અભ્યાસ માટે પસંદ કર્યું છે.તેમજ પાકિસ્તાન(Pakistan) ચીનનો ટેકો લઈને ભારતને પોતાની શક્તિ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાન-ચીન મિત્રતા એક મજબૂરી 

ચીન સાથેની મિત્રતા એ પાકિસ્તાનની મજબૂરી છે કારણ કે તે એકલા ભારત સાથે સ્પર્ધા કરવામાં સક્ષમ નથી. આ ચીનની પણ મજબૂરી છે. તેથી તે ભારતની સામે પાકિસ્તાની સૈન્યની મદદ લઈ રહ્યું છે. ચીનની મિત્રતાના બદલામાં પાકિસ્તાને તેને પીઓકેમાં યુદ્ધ અભ્યાસ માટે આમંત્રણ આપ્યું છે. ગયા વર્ષે આ વિસ્તારમાં ચીની સૈનિકો લાંબા સમય સુધી ભારતીય સૈન્યની સામે તીવ્ર ઠંડીમાં તૈનાત હોવાથી બીમાર પડયા હતા.

ચીની ડ્રોન અને વિદેશી મિસાઇલો પણ તેમાં સામેલ 

હવે અહીં ઉનાળો શરૂ થયો છે, તેથી સેનાને પ્રોત્સાહિત કરવા આ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુદ્ધ અભ્યાસ 22 મેથી શરૂ થયો છે. જે જૂનના અંતિમ અઠવાડિયા સુધી ચાલુ રહેશે. લડાકુ વિમાનો ઉપરાંત ચીની ડ્રોન અને વિદેશી મિસાઇલો પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. પાકિસ્તાન અને ચીને અગાઉ વર્ષ 2019મા સંયુક્ત યુદ્ધ અભ્યાસ હાથ ધર્યો હતો.

Published On - 7:23 pm, Fri, 11 June 21

Next Article