ભારતીય સેનાની LOC પર મોટી કાર્યવાહી, એર સ્ટ્રાઈકના ‘હિરો’ અભિનંદનની ધરપક્ડ કરનારા પાકિસ્તાની કમાન્ડોને સેનાએ કર્યો ઠાર

|

Aug 21, 2019 | 2:30 AM

ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પક્ડનારા પાકિસ્તાની કમાન્ડોને ભારતીય સેનાએ સીમા પર ઠાર કરી દીધો છે. LOC પર ભારતીય સેનાની ગોળીબારીમાં અહમદખાનને ઠાર કરવામાં આવ્યો. આ વર્ષે ફેબ્રુઆરીમાં વાયુસેનાના પાયલટ અભિનંદનનું વિમાન પાકિસ્તાનમાં દુર્ધટનાગ્રસ્ત થઈ ગયુ હતું, ત્યારબાદ તેમને પકડી લેવામાં આવ્યા હતા. પાકિસ્તાનની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના અહમદ ખાનને ભારતીય સેનાએ નિયંત્રણ […]

ભારતીય સેનાની LOC પર મોટી કાર્યવાહી, એર સ્ટ્રાઈકના હિરો અભિનંદનની ધરપક્ડ કરનારા પાકિસ્તાની કમાન્ડોને સેનાએ કર્યો ઠાર

Follow us on

ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પક્ડનારા પાકિસ્તાની કમાન્ડોને ભારતીય સેનાએ સીમા પર ઠાર કરી દીધો છે. LOC પર ભારતીય સેનાની ગોળીબારીમાં અહમદખાનને ઠાર કરવામાં આવ્યો. આ વર્ષે ફેબ્રુઆરીમાં વાયુસેનાના પાયલટ અભિનંદનનું વિમાન પાકિસ્તાનમાં દુર્ધટનાગ્રસ્ત થઈ ગયુ હતું, ત્યારબાદ તેમને પકડી લેવામાં આવ્યા હતા.

પાકિસ્તાનની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના અહમદ ખાનને ભારતીય સેનાએ નિયંત્રણ રેખાના નકિયાલ સેક્ટરમાં 17 ઓગસ્ટે તે સમયે ઠાર કર્યો, જ્યારે તે ભારતમાં ઘુસણખોરીની એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પાકિસ્તાને જ્યારે 27 ફેબ્રુઆરીએ અભિનંદનને પકડયાની તસવીરો શેર કરી. ત્યારે તેમાં દાઢીવાળો સૈનિક અહમદ ખાન ભારતીય પાયલટની પાછળ જોવા મળ્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય વાયુસેનાએ પુલવામા આતંકી હુમલા પછી પાકિસ્તાનને ઝડબાતોડ જવાબ આપતા બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. સેનાની આ કાર્યવાહીમાં સીમા પર ચાલી રહેલા ઘણા આતંકી ઠેકાણાને નિશાના બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ અભિનંદનને તે સમયે પકડી લીધા, જ્યારે તેમનું મિગ-21 વિમાન પાકિસ્તાની વિમાનનો પીછો કરતા સમયે ક્રેશ થઈ ગયુ હતુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મળતી માહિતી મુજબ અહમદ ખાન નૌશેરા, સુંદરબની અને પલ્લનવાળા સેક્ટરોમાં ઘુસણખોરી કરાવતા હતા. જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને ભારતીય સીમામાં પ્રવેશ કરાવીને ખાન અને તેમના સાથીઓ કાશ્મીરમાં આતંકી હુમલાઓની ફિરાકમાં રહેતા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જેનો જવાબ ભારતીય સેના આપી રહી છે. આ કાર્યવાહી અને ઘુસણખોરીને રોકવાના પ્રયત્નમાં જવાનોએ મોટી સફળતા મેળવી છે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article