
C295 Military Airlifter Aircraft: દેશને આજે તેનું પ્રથમ C-295 ટેક્ટિકલ મિલિટરી એર લિફ્ટ પ્લેન મળશે. તેનું ઉત્પાદન સ્પેનના સેવિલે પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે અને તેને ભારત લાવવા માટે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સ્પેન પહોંચી ગયા છે. તેને આગ્રા એરબેઝમાં તૈનાત કરવામાં આવશે. જો તમે C-295 ટેક્ટિકલ (C295 Aircraft) મિલિટરી એર લિફ્ટ પ્લેનની ખાસિયતો પર નજર નાખો તો તમને ખબર પડશે કે તે કોઈ શક્તિશાળી એરક્રાફ્ટથી ઓછું નથી.
દેશમાં લાવવામાં આવનાર આ પ્રથમ એરક્રાફ્ટનું ઈન્ડક્શન હિંડન એરબેઝ પર થશે. બીજું C-295 એર લિફ્ટ પ્લેન મે 2024માં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્પેનથી આવા 56 એરક્રાફ્ટ લાવવાની યોજના હતી. આમાં 16 સંપૂર્ણ તૈયાર એરક્રાફ્ટ ભારત આવશે. અન્ય 40 એરક્રાફ્ટનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં કરવામાં આવશે. ટાટા એડવાન્સ સિસ્ટમ કંપની 2024થી તેને તૈયાર કરવાનું કામ કરશે. જાણો કેટલુ ખાસ છે બાહુબલી.
પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આગરા એરબેઝમાં તૈનાત કરવામાં આવશે. જ્યાં તેના પાઇલોટ્સ માટેનું ટ્રેનિંગ સેન્ટર પણ આવતા વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે. સપ્ટેમ્બર 2021માં ભારતે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે યુરોપિયન કંપની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ (ADSpace) સાથે 21 હજાર કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.
Tata Advanced Systems Limited 2024ના મધ્ય સુધીમાં C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં શરૂ કરશે. હાલમાં તેની અંતિમ એસેમ્બલી લાઈનનું કામ ચાલી રહ્યું છે. પ્રથમ સ્વદેશી સી-295 એરક્રાફ્ટ 2026માં તૈયાર થઈ જશે. એરબસ અને ટાટાના હૈદરાબાદ અને નાગપુર પ્લાન્ટમાં 14,000થી વધુ સ્વદેશી ભાગો તૈયાર કરવામાં આવશે અને અંતિમ એસેમ્બલિંગ માટે વડોદરા મોકલવામાં આવશે. કંપની 2031 સુધીમાં તમામ 40 એરક્રાફ્ટ એરફોર્સને સોંપશે.
Published On - 3:54 pm, Wed, 13 September 23