ભારતીય સેનાને મળી મોટી સફળતા, ભારત-મ્યાનમાર બોર્ડર પર 282.5 કિલોના 200 થી વધુ IED ઝડપી પાડ્યા

|

Nov 08, 2021 | 11:42 PM

ભારતીય સેનાને વધુ એક મોટી સફળતા મળી છે. મણિપુરના મોરેહમાંથી 43 આસામ રાઈફલ્સ દ્વારા 200 થી વધુ લોકલ આઈઈડી મળી આવ્યા છે.

ભારતીય સેનાને મળી મોટી સફળતા, ભારત-મ્યાનમાર બોર્ડર પર 282.5 કિલોના 200 થી વધુ IED ઝડપી પાડ્યા
Over 200 IEDs of 282.5 kg seized at Indo-Myanmar border

Follow us on

ભારતીય સેનાને વધુ એક મોટી સફળતા મળી છે. મણિપુરના મોરેહમાંથી 43 આસામ રાઈફલ્સ દ્વારા 200 થી વધુ લોકલ આઈઈડી મળી આવ્યા છે. આ IEDs 282.5 કિલોગ્રામના હોવાનું કહેવાય છે, જે ભારત-મ્યાનમાર સરહદ પરથી મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સાથે ભારતીય સેનાએ હુમલાના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. મળતી માહિતી મુજબ ચેકિંગ દરમિયાન આ IED મળી આવ્યો હતો.

તે જ સમયે થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ભારતમાં એક મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં છે. દેશની ગુપ્તચર એજન્સીઓએ ખતરાની આશંકા જારી કરીને એલર્ટ જાહેર કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીઓને આશંકા છે કે, ટિફિન બોક્સમાં IED મૂકીને મોટો હુમલો કરવામાં આવી શકે છે. દેશને હચમચાવી દેવા માટે ભીડભાડવાળા વિસ્તારમાં બ્લાસ્ટ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

તહેવારોની સિઝનમાં મોટા આતંકી હુમલાની યોજના હતી

કહેવામાં આવી રહ્યું છે કે, તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને હુમલાની યોજના ઘડી હતી. તેને પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ પણ કરી શકે છે.

અગાઉ પણ IED જપ્ત કરવામાં આવ્યો હતો

તે જ સમયે, મણિપુર પોલીસે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કાંગલીપાક-પ્રોગ્રેસિવ (પ્રેપાક-પ્રોગ્રેસિવ) ના એક સક્રિય કેડરની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તેની પાસેથી મોટી માત્રામાં IED સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

એસપીએ જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન ધરપકડ કરાયેલા આતંકવાદીએ ખુલાસો કર્યો હતો કે તે 2013માં મણિપુરના મુખ્યમંત્રીના બંગલાના ગેટ અને ઈમ્ફાલમાં એક રેસ્ટોરન્ટ પર થયેલા આઈઈડી હુમલામાં સામેલ હતો.

 

 આ પણ વાંચો: FSSAI Recruitment 2021: FSSAIમાં જાહેર થઈ ભરતી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: NFL Recruitment 2021: નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે NFLમાં ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Next Article