વિંગ કમાન્ડર શાલિજા ધામી બની દેશની પ્રથમ ફ્લાઈટ કમાન્ડર, સ્થાઈ કમીશન પણ મળશે

|

Aug 28, 2019 | 5:09 AM

દેશની દીકરીએ આકાશમાં પોતાની ક્ષમતા અને આવડતને ફરી એકવાર સાબિત કરી છે. તે દીકરીનું નામ છે શાલિજા ધામી. વિંગ કમાન્ડર શાલિજા ધામી દેશની પ્રથમ ભારતીય મહિલા વાયુસેના અધિકારી છે. જે ફ્લાઈટ કમાન્ડર બની છે. 15 વર્ષથી વાયુસેનામાં રહીને દેશની સેવા કરનારી શાલિજા ધામીએ હિંડોન એરબેઝમાં ચેતક હેલિકોપ્ટર યુનિટમાં ફ્લાઈટ કમાન્ડરનું પદ સંભાળ્યું છે. ફ્લાઈટ કમાન્ડરનું […]

વિંગ કમાન્ડર શાલિજા ધામી બની દેશની પ્રથમ ફ્લાઈટ કમાન્ડર, સ્થાઈ કમીશન પણ મળશે

Follow us on

દેશની દીકરીએ આકાશમાં પોતાની ક્ષમતા અને આવડતને ફરી એકવાર સાબિત કરી છે. તે દીકરીનું નામ છે શાલિજા ધામી. વિંગ કમાન્ડર શાલિજા ધામી દેશની પ્રથમ ભારતીય મહિલા વાયુસેના અધિકારી છે. જે ફ્લાઈટ કમાન્ડર બની છે. 15 વર્ષથી વાયુસેનામાં રહીને દેશની સેવા કરનારી શાલિજા ધામીએ હિંડોન એરબેઝમાં ચેતક હેલિકોપ્ટર યુનિટમાં ફ્લાઈટ કમાન્ડરનું પદ સંભાળ્યું છે.

ફ્લાઈટ કમાન્ડરનું પદ વાયુસેનામાં પ્રથમ મુખ્ય લીડરશિપ પોઝિશન હોય છે. શાલિજા ધામી આ પદ પર પહોંચવાથી મહિલાઓ માટે વાયુસેનામાં આગળ વધવાનો રસ્તો ખુલ્યો છે. 9 વર્ષના બાળકની માતા શાલિજા ધામી પંજાબના લુધિયાનામાં રહીને મોટી થઈ છે. તે બાળપણથી જ પાયલટ બનવા ઈચ્છતી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

15 વર્ષના તેમના કરિયરમાં તે ચેતક અને ચીતા હેલિકોપ્ટર ઉડાવતી રહી છે. વિંગ કમાન્ડર ધામી ચેતક અને ચીતા હેલીકોપ્ટર માટે ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા યોગ્ય ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર પણ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

2300 કલાક સુધી ઉડાનનો અનુભવ રાખનારી શાલિજા ધામી વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી છે. જેમને લાંબા કાર્યકાલ માટે સ્થાઈ કમિશન પ્રદાન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટમાં લાંબી અને કડક કાયદાકીય લડાઈ જીત્યા પછી મહિલા અધિકારીઓને પુરૂષ સમકક્ષની સાથે સ્થાઈ કમિશન પર વિચાર કરવાનો અધિકાર મળ્યો છે પણ તેમને નોન-કોમ્બેટ રોલ આપવામાં આવ્યો. ધીરે-ધીરે મહિલાઓએ સંઘર્ષ કરીને હવે કોમ્બેટ રોલ્સ મેળવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેવી રીતે મળે છે સ્થાઈ કમીશન

વાયુસેના પ્રમુખ એર માર્શલ બી.એસ.ધનોઆએ કહ્યું કે વાયુસેનામાં મહિલાઓ માટે સ્થાઈ કમીશન 2 વાત પર નિર્ભર કરે છે. પ્રથમ વેકેન્સીની સંખ્યા અને બીજુ મેરિટ, તેમને કહ્યું કે વાયુસેનાની સાથે બધી જ સેનામાં મહિલાઓની ભરતી માટે કોઈ પ્રતિબંધ નથી.

સ્થાઈ કમીશન માટે પસંદ થયા પહેલા મહિલા ઓફિસરે 13 વર્ષ સુધી વાયુસેનામાં પોતાની સેવા આપી હોય, ત્યારબાદ તેમની પસંદગી સ્થાઈ કમીશન માટે લાગૂ કરવામાં આવશે. મહિલાઓની શોર્ટ સર્વિસ કમીશન હેઠળ એરફોર્સમાં નિમણુંક કરવામાં આવે છે.

[yop_poll id=”1″]

મહિલાઓ માટે સ્થાઈ કમીશન લાગૂ થવાને કારણે મહિલા ઉમેદવાર વધારે સમય સુધી સેનામાં કામ કરી શકશે અને તેમને ઘણી અન્ય સુવિધાઓ પણ મળશે. સ્થાઈ કમીશનથી મહિલાઓ 20 વર્ષ સુધી કામ કરશે અને તેને વધારવામાં પણ આવી શકે છે. ત્યારે બી.એસ.ધનોઆએ કહ્યું જો મહિલાઓ ઈચ્છે કે તે સ્થાઈ કમીશન હેઠળ કામ કરી શકે છે, કારણ કે સેનામાં તે શોર્ટ સર્વિસ કમીશન હેઠળ કામ કરે છે.

આ પહેલા શોર્ટ સર્વિસ કમીશનના અધિકારી 10 વર્ષની સર્વિસ પછી સ્થાઈ કમીશન માટે યોગ્ય થાય છે પણ તેમના વાર્ષિક રિપોર્ટમાં ટ્રેક સારો હોવો જોઈએ. ત્યારે સ્થાઈ કમીશનના અધિકારી શોર્ટ સર્વિસ કમીશનમાં શિફ્ટ નથી થઈ શકતા. જો કોઈ જવા ઈચ્છે તો તેને નિવૃતી લેવી પડશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article