વાયુસેનાના ફાઈટર પ્લેન ‘જગુઆર’ સાથે પક્ષી ટકરાતા એન્જિન થયુ ફેલ, પાયલટે આ રીતે કરાવ્યુ સુરક્ષિત લેન્ડિંગ

|

Jun 27, 2019 | 7:09 AM

ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેન ‘જગુઆર’ સવારે દુર્ધટનાગ્રસ્ત થતા બચી ગયુ છે. ઉડાનના થોડા સમય પછી વિમાન સાથે એક પક્ષી અથડાયુ હતું. જેનાથી વિમાનનું એક એન્જિન ફેલ થઈ ગયુ હતું. પાયલટની સુઝબુઝના કારણે મોટી દુર્ધટના થતાં બચી ગઈ હતી. પાયલટે વિમાનમાં લાગેલી વધારાની ફ્યુલ ટેન્ક અને ટ્રેનિંગ બોમ્બને નીચે ફેંકી દીધા હતા. ત્યારબાદ વિમાનનું અંબાલા એરફોર્સ […]

વાયુસેનાના ફાઈટર પ્લેન જગુઆર સાથે પક્ષી ટકરાતા એન્જિન થયુ ફેલ, પાયલટે આ રીતે કરાવ્યુ સુરક્ષિત લેન્ડિંગ

Follow us on

ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેન ‘જગુઆર’ સવારે દુર્ધટનાગ્રસ્ત થતા બચી ગયુ છે. ઉડાનના થોડા સમય પછી વિમાન સાથે એક પક્ષી અથડાયુ હતું. જેનાથી વિમાનનું એક એન્જિન ફેલ થઈ ગયુ હતું.

પાયલટની સુઝબુઝના કારણે મોટી દુર્ધટના થતાં બચી ગઈ હતી. પાયલટે વિમાનમાં લાગેલી વધારાની ફ્યુલ ટેન્ક અને ટ્રેનિંગ બોમ્બને નીચે ફેંકી દીધા હતા. ત્યારબાદ વિમાનનું અંબાલા એરફોર્સ બેસ પર સુરક્ષિત લેન્ડિગ કરવામાં આવ્યું હતું. વિમાનથી નાખી દેવામાં આવેલી ફ્યુલ ટેન્ક અને ટ્રેનિંગ બોમ્બને પાછા લઈ લેવામાં આવ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તે પહેલા 8 જૂને ગોવા એરપોર્ટ પર ભારતીય નૌકાદળના મિગ 29K વિમાનથી નાખી દેવામાં આવેલી ફ્યુલ ટેન્કના કારણે થોડા સમય માટે વિમાનોનું પરિચાલન બંધ કરવુ પડ્યુ હતું. મળતી માહિતી મુજબ ઉડાન દરમિયાન ટેકનીકલ ખામીને કારણે પાયલટને ફ્યુલ ટેન્કને નાખી દેવી પડી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દરેક વિમાનમાં ઈંધણ ભરવા માટેની એક નિશ્ચિત ક્ષમતા હોય છે. તેમની આ ક્ષમતામાં વધારો કરવા માટે બાહરથી વધારાની ફ્યુલ ટેન્ક (ડ્રોપ ટેન્ક) જોડવામાં આવે છે. તેનાથી વિમાનની ઉડાન ભરવાની ક્ષમતા પણ વધારો થાય છે. મુશ્કેલીની સ્થિતીમાં પાયલટ જ્યારે ઈચ્છે ત્યારે આ વધારાની ફ્યુલ ટેન્કને વિમાનથી અલગ કરી શકે છે.

આ પણ વાંચો: ગાંધીનગર: પત્ની સાથે બોલાચાલી થતા પતિએ સાસરીમાં જઈને સળગાવ્યા વાહનો, જુઓ VIDEO

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article