
ભારત અને બ્રિટન વચ્ચેના આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય લખાવવા જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે થયેલા ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર (FTA) હવે અમલીકરણના આરે છે, જે અંતર્ગત વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વ્યાપારને વાર્ષિક 100 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં ભારત અને યુકે વચ્ચેનો કુલ વ્યાપાર લગભગ 56 અબજ ડોલરની આસપાસ છે, જેમાં Goods માલસામાન અને Services સેવાઓ બંનેનો સમાવેશ થાય છે. ભારત યુકે સાથેના વ્યાપારમાં સરપ્લસ ધરાવે છે, એટલે કે આપણે ત્યાંથી આયાત કરવા કરતાં વધુ માલ-સામાનની નિકાસ કરીએ છીએ. અત્યારે ભારત યુકેમાં લગભગ 12.9 અબજ ડોલરના માલ-સામાનની નિકાસ કરે છે, જ્યારે ત્યાંથી 8.4 અબજ ડોલરની આયાત થાય છે. આ કરાર દ્વારા માત્ર માલ સામાનનો વ્યાપાર જ 100 અબજ ડોલર સુધી લઈ જવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને મેડિસિન, ફાર્મા, ટેલિકોમ અને કાપડ જેવી વસ્તુઓ ભારત તરફથી મુખ્યત્વે નિકાસ કરવામાં આવે છે. આ આંકડા દર્શાવે છે કે જો ટેરિફ અવરોધો દૂર થાય, તો...
Published On - 8:26 pm, Thu, 9 July 26