જો ભારત અને ચીન એકસાથે આવી જાય તો અમેરિકાનું જગત જમાદારપણુ થઈ જશે ખતમ, સમગ્ર વિશ્વનો વેપાર એશિયામાંથી ચાલશે- વાંચો

ભારતે તેની સામે વધી રહેલા ખતરાને જોતા અમેરિકા અને યુરોપ સાથે ગઠબંધન કરવુ જ પડશે. જો કે તે રશિયાને પણ બાકાત નહીં રાખે, જ્યારે અમેરિકા અને યુરોપને પણ ભારતની ઘણી જરૂર છે. ચીનને રોકવા માટે અમેરિકા અને યુરોપને ભારતની જરૂર પડવાની જ છે.

જો ભારત અને ચીન એકસાથે આવી જાય તો અમેરિકાનું જગત જમાદારપણુ થઈ જશે ખતમ, સમગ્ર વિશ્વનો વેપાર એશિયામાંથી ચાલશે- વાંચો
| Updated on: May 31, 2025 | 4:54 PM

અમેરિકાના અર્થશાસ્ત્રી અને કોલંબિયા વિશ્વવિદ્યાલયના પ્રોફેસર જેફરી સેક્સે રશિયાની ન્યૂઝ એજન્સી TASS સાથેના એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ કે વાશિંગ્ટનના વૈશ્વિક પ્રભુત્વનો યુગ હવે સમાપ્ત થઈ ગયો છે. પરંતુ સંયુક્ત રાજ્ય અમેરિકા હજુ તેનો સ્વીકાર નથી કરી શક્યુ, જેફરી એ કહ્યુ મને લાગે છે કે અમેરિકાનું વૈશ્વિક પ્રભુત્વ સમાપ્ત થઈ ગયુ છે. અમે એક બહુધ્રુવીય દુનિયામાં રહીએ છીએ. રશિયા મહાશક્તિ છે. સંયુક્ત રાજ્ય અમેરિકા મહાશક્તિ છે. ચીન મહાશક્તિ છે. ભારત મહાશક્તિ છે. અર્થશાસ્ત્રીએ કહ્યુ કે સવાલ એ છે કે શું હવે આપણે આવા માહોલમાં શાંતિથી રહી શકીએ છીએ. શું અમેરિકા આ તથ્યનો સ્વીકાર કરશે કે તે હવે નિર્ણયો નહીં લઈ શકે. જેફરીએ વધુમાં કહ્યુ કે અત્યાર સુધી અમેરિકી પ્રશાસન હજુ પણ આ સત્ય સ્વીકારી શક્તુ નથી અને એ જ માન્યતામાં રાચે છે કે હજુ તેઓ જ બધુ ચલાવે છે અમેરિકી અર્થશાસ્ત્રીએ ભાર દઈને કહ્યુ કે અને આ સંયુક્ત રાજ્ય અમેરિકાની એક બહુ મોટી ગેરમાન્યતા છે. રશિયા ઈચ્છે છે કે ભારત અને ચીન...

Published On - 4:52 pm, Sat, 31 May 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો