100 Crore COVID-19 Vaccine India: ભારતે કોરોના રસીકરણમાં બનાવ્યો નવો રેકોર્ડ, 279 દિવસમાં 100 કરોડ ડોઝ પૂર્ણ

|

Oct 21, 2021 | 11:00 AM

100 Crore COVID-19 Vaccine India: દેશમાં કોરોના સામેની ઝુંબેશ શરૂ થયાના 9 મહિના પછી, ભારત આજે 100 કરોડ વેક્સિન ડોઝ (100 Crore Vaccine Dose) આપવાનો સીમાચિહ્ન પાર કર્યું

100 Crore COVID-19 Vaccine India: ભારતે કોરોના રસીકરણમાં બનાવ્યો નવો રેકોર્ડ, 279 દિવસમાં 100 કરોડ ડોઝ પૂર્ણ
PM Narendra Modi

Follow us on

100 Crore COVID-19 Vaccine India: દેશમાં કોરોના સામેની ઝુંબેશ શરૂ થયાના 9 મહિના પછી, ભારત આજે 100 કરોડ વેક્સિન ડોઝ (100 Crore Vaccine Dose) આપવાનો સીમાચિહ્ન પાર કર્યું. દેશ આજે 100 કરોડ અથવા 1 બિલિયન ડોઝના લક્ષ્યને પાર કરી દીધું છે. આ પ્રસંગને ખાસ બનાવવા માટે કેન્દ્ર સરકારે ઘણા કાર્યક્રમોની યોજનાઓ પણ તૈયાર કરી છે.

આ પ્રસંગે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ PM મોદીને શુભચ્છા આપતી ટ્વિટ કરી હતી જેમાં 100 કરોડ રસીના ડોઝ પૂર્ણ થવાની માહિતી આપી હતી

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

કોરોના વાયરસે છેલ્લા દોઢ વર્ષમાં ભારતમાં સાડા ચાર લાખથી વધુ લોકોના જીવ લીધા છે અને હજારો પરિવારોને ગમગીની મૂકી દીધા છે. આવી સ્થિતિમાં, આ રોગચાળાની રસી મેળવ્યા પછી, લોકોએ થોડી રાહત અનુભવી. ભારતે રસીકરણ અંગે રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં 100 કરોડ રસી ડોઝ પૂર્ણ થઈ ગયા છે.

દેશમાં પહેલી રસી 16 જાન્યુઆરી 2021 ના ​​રોજ આપવામાં આવી હતી. ચીન સિવાય, ભારતે પહેલાથી જ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં રસીના વધુ ડોઝ આપ્યા છે. ભારતમાં શરૂઆતમાં રસીના પુરવઠામાં અડચણ હતી, તેથી 100 કરોડ ડોઝનું લક્ષ્ય હાંસલ કરવું એ મોટી સિદ્ધિ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી સમગ્ર દેશને આપી શુભેચ્છા


21 ઓક્ટોબર 2021 એટલે કે 279 દિવસમાં ભારતે 100 કરોડ ડોઝનો આ સીમાચિહ્ન હાંસલ કર્યો. આનો અર્થ એ છે કે આ દસ મહિનાના સમયગાળા દરમિયાન દરરોજ સરેરાશ 27 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતમાં કોરોનાની ત્રણ રસીઓ માન્ય કરવામાં આવી છે. જેમાં Covaxine અને Covishield રસીના બંને ડોઝ લેતા લોકોને સંપૂર્ણ રસીકરણ માનવામાં આવે છે. જ્યારે સ્પુટનિકની માત્ર એક માત્રાને સંપૂર્ણ રસીકરણ માનવામાં આવે છે.

સંપૂર્ણ રસીકરણની વસ્તીના સંદર્ભમાં, ચીન વિશ્વમાં મોખરે છે. અહીં પુખ્ત વસ્તીના 71 ટકા લોકોને બંને ડોઝ મળ્યા છે. આ કિસ્સામાં ભારત છઠ્ઠા નંબરે છે.

આ પણ વાંચો: Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,454 નવા કેસ, 98.15 ટકાનો રિકવરી રેટ નોંધાયો

આ પણ વાંચો: સુરત કોંગ્રેસ ઉપપ્રમુખે આપી દીધું રાજીનામું, કોંગ્રેસ પાર્ટી પર પરિવારવાદને લઈને લગાવ્યા આ આરોપ

Published On - 9:53 am, Thu, 21 October 21

Next Article