સુરત કોંગ્રેસ ઉપપ્રમુખે આપી દીધું રાજીનામું, કોંગ્રેસ પાર્ટી પર પરિવારવાદને લઈને લગાવ્યા આ આરોપ
સુરત કોંગ્રેસમાં અચાનક ભૂકંપ આવી ગયો છે. કોંગ્રેસના કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. ત્યારે તેમણે પાર્ટી પર ઘણા આક્ષેપો પણ કર્યા છે.
સુરતમાં કોંગ્રેસના પત્તા વિખેરાતા જોવા મળી રહ્યા છે. સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. ઉપપ્રમુખ તારાચંદ કાસટનું કોંગ્રેસના પદેથી રાજીનામું સામે આવ્યું છે. જેને લઈને અટકળો ચાલુ થઇ ગઈ છે. તારાચંદ કાસટએ લેખિતમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપ્યું છે. ત્યાર્રે તારાચંદ કાસટે કોગ્રેસ પર કેટલાક ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે. કાસટે કહ્યું કે કેટલાક સમયથી કોંગ્રેસમાં અનુસાશનની કમી છે. ત્યારે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસમાં પરિવારવાદ સામે કોઈ કાર્યવાહી નહીં.
સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ તારાચંદ કાસટે પોતાના રાજીનામા પત્રમાં કોંગ્રેસ પર ઘણા આક્ષેપો લગાવ્યા છે. પત્રમાં જણાવ્યું છે કે પાર્ટીમાં અનુશાસનની કમી છે. આ સાથે જ પરિવારવાદ સામે પાર્ટીમાં કોઈ કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસનું સંગઠન નબળું છે.
પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના નેતાઓ સરકારનો પ્રબળ વિરોધ કરવામાં નિષ્ફળ ગયા છે. તેમણે પત્રમાં લખ્યું કે લોકોમાં કોંગ્રેસ પ્રત્યે આસ્થા અને વિશ્વાસ ઓછો થવા લાગ્યો છે. આવા અનેક આક્ષેપો સાથે ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે.
આ પણ વાંચો: 100 કરોડ વેક્સિનેશન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલ્થ સેન્ટરમાં રહ્યા ઉપસ્થિત, સૌનું મ્હો મીઠું કરાવ્યું
આ પણ વાંચો: Surendranagar: આરોગ્ય વિભાગની બેદરકારી, વેક્સિનનો બીજો ડોઝ લીધા વગર જ આવી ગયું બીજા ડોઝનું સર્ટિફિકેટ