“પુતિનની મુલાકાતે સાબિત કર્યુ કે ભારત અમેરિકા સામે ઝુકશે નહી” – અમેરિકી એક્સપર્ટે આપ્યુ નિવેદન

Putin India Visit: અમેરિકાના ભારેખમ ટેરિફ છતા પણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા. પુતિને ભારત સાથે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા. અમેરિકન વિશ્લેષક માઈકલ કુગેલમેન માને છે કે આ દ્વારા પુતિન અને મોદીએ અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

પુતિનની મુલાકાતે સાબિત કર્યુ કે ભારત અમેરિકા સામે ઝુકશે નહી - અમેરિકી એક્સપર્ટે આપ્યુ નિવેદન
| Updated on: Dec 06, 2025 | 8:57 PM

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની સફળ મુલાકાત પછી મોસ્કો પરત ફર્યા છે. યુક્રેન યુદ્ધ પછી પુતિનની ભારતની પ્રથમ મુલાકાત બાદ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના જ દેશમાં ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. પેન્ટાગોનના એક ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું છે કે ભારત અગાઉ રશિયાથી દૂર રહ્યું હતું, પરંતુ ટ્રમ્પના કારણે, નવી દિલ્હી અને મોસ્કો વચ્ચેની મિત્રતા ફરી એકવાર મજબૂત થઈ છે. અમેરિકન વિશ્લેષક માઈકલ કુગેલમેન માને છે કે પુતિનની મુલાકાત ભારત અને રશિયા વચ્ચે મજબૂતી ભાગીદારીની નવેસરથી શરૂઆત દર્શાવે છે. છેલ્લા ચાર વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે પુતિન ભારતની મુલાકાતે આવ્યા છે. ભારતે યુક્રેન સાથે યુદ્ધનો અંત લાવવાનું સમર્થન કર્યુ છે.તેમણે કહ્યું કે આ યુદ્ધને કારણે રશિયાને ચીનની નજીક આવ્યુ છે. કુગેલમેનએ કહ્યું કે આ મુલાકાત સાબિત કરે છે કે ભારત રશિયા અંગેના અમેરિકાના દબાણ સામે ઝૂકશે નહીં.

કુગલમેને એનડીટીવી સાથેની વાતચીતમાં કહ્યું કે અમેરિકાના ટેરિફ દબાણને કારણે ભારતે રશિયાથી તેલની આયાત ઘટાડી છે. તેમ છતાં, આ મુલાકાત બંને દેશોના નેતાઓને સંરક્ષણ અને વેપારમાં નવા માર્ગો શોધવાની તક આપશે. તેમણે કહ્યું કે આ મુલાકાત દ્વારા પુતિન અને મોદી બંનેએ પશ્ચિમી દેશોને સંદેશ આપ્યો કે દબાણ તેમને અલગ નહીં કરે. આ પહેલા પણ પીએમ મોદી, ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગ અને પુતિને મુલાકાત કરી હતી. આ ત્રણેયે મળીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક મજબૂત સંદેશ આપ્યો હતો.

રશિયા સાથેની વેપાર ખાધ ઘટાડશે

માઈકલ કુગેલમેને કહ્યું કે પુતિનની મુલાકાત પછી, ભારત રશિયા સાથે તેની વેપાર ખાધ ઘટાડવાના પ્રયાસો વધુ તેજ કરશે. જેના માટે ભારતની રશિયામાં નિકાસ વધવાની અપેક્ષા છે. વધુમાં, ભારત અને રશિયા હાલમાં શસ્ત્રોની ડીલ માટે વાટાઘાટો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ મુલાકાત પશ્ચિમી દેશોને અહેસાસ કરાવશે કે રશિયા અલગ નથી. તેમણે કહ્યું કે રશિયા ભવિષ્યમાં ભારતનો સૌથી મોટો શસ્ત્ર સપ્લાયર રહેશે. જો કે, ભારત રશિયા પર તેની નિર્ભરતા ઘટાડશે, જેમ તે છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને ફ્રાન્સ જેવા દેશો હવે મુખ્ય શસ્ત્ર સપ્લાયર બની ગયા છે.

તો ભારતીય વિશ્લેષક તન્વી મદાને જણાવ્યું હતું કે પુતિનની મુલાકાત દ્વારા ભારતે તેની વ્યૂહાત્મક સ્વાયત્તતા દર્શાવી છે. ભારતે બતાવ્યું છે કે તે અન્ય કોઈ દેશને રશિયા સાથેના સંબંધોને વીટો કરવાની મંજૂરી આપશે નહીં. ભારતે આ દ્વારા તેની વિદેશ નીતિમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કર્યો છે. મદાને કહ્યું કે આ છતાં, ભારતે અન્ય મહત્વપૂર્ણ ભાગીદાર દેશો સાથેના તેના સંબંધોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી છે. પરિણામે, કોઈ મોટા શસ્ત્ર સોદાની જાહેરાત કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે જાહેરાત પછીથી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારત સરકારે વાસ્તવિકતાનો સામનો કરવો પડશે કે અમેરિકા, યુરોપ અને જાપાન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર છે. ભારતની કુલ નિકાસનો 40 ટકા યુરોપ, બ્રિટન અને અમેરિકામાં થાય છે, જ્યારે રશિયામાં નિકાસ માત્ર 1 ટકા છે. ભારતના વડાપ્રધાન મોદીએે પુતિનને કહ્યું કે તેઓ યુક્રેનમાં શાંતિને સમર્થન આપે છે.

રશિયા સાથે દાયકાઓ જુની દોસ્તી- UNSC માં વીટોથી લઈને ઓઈલ ડીલ સુધી ભારત માટે રશિયા કેમ વિશેષ?- વાંચો