ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત 107માં ક્રમે, રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાન સાધ્યું, સાથે નિર્મલા સીતારમણને પણ ઘેર્યા

TV9 GUJARATI

|

Updated on: Oct 16, 2022 | 7:55 PM

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) રવિવારે ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં (Global Hunger Index) ભારતની રેન્કિંગને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સરકાર પર વાસ્તવિકતાથી જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત 107માં ક્રમે, રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાન સાધ્યું, સાથે નિર્મલા સીતારમણને પણ ઘેર્યા
Rahul Gandhi

કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) રવિવારે ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં (Global Hunger Index) ભારતની રેન્કિંગને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સરકાર પર વાસ્તવિકતાથી જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ નેતાએ ટોણો માર્યો કે ભારતમાં ભૂખમરી નથી વધી રહી, પરંતુ અન્ય દેશોમાં લોકોને ભૂખ નથી લાગતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, ભૂખ અને કુપોષણમાં 121 દેશોમાંથી ભારત 107મા ક્રમે છે! હવે વડાપ્રધાન અને તેમના પ્રધાનો કહેશે, ભારતમાં ભૂખમરી નથી વધી રહી, પરંતુ અન્ય દેશોમાં લોકોને ભૂખ નથી લાગતી.

આ સાથે તેમણે નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું નામ લીધા વગર તેમની પર પણ કટાક્ષ કર્યો હતો. રાહુલે નાણામંત્રીના નિવેદન પર કટાક્ષ કર્યો, જેમાં તેમણે યુએસમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, રૂપિયો ગગડી રહ્યો નથી પરંતુ ડોલર મજબૂત થઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય રૂપિયાએ અન્ય ઘણી ઉભરતી બજાર કરન્સીને પાછળ રાખી દીધી છે.

તમામ વિપક્ષી નેતાઓએ મોદી સરકારની ટીકા કરી હતી

રેન્કિંગ જાહેર થયા બાદ વિપક્ષના ઘણા નેતાઓએ મોદી સરકારની ટીકા કરી હતી. પીએમ મોદી પર નિશાન સાધતા તેલંગણાના મંત્રી કેટી રામારાવે કહ્યું કે, અચ્છે દિન અને અમૃત કાલ કેટલાક પસંદ કરેલા લોકો માટે. બાકીના ભારત માટે ડબલ એન્જિન આપત્તિ. ભારતને નવી ઉંચાઈ પર લઈ જવા માટે મોદીજીનો આભાર. આ ​​સાથે જ ઓવૈસીએ કટાક્ષ કર્યો અને લખ્યું, ગ્લોબલ હંગર ઈન્ડેક્સે ભારતને 107/121માં સ્થાન આપ્યું છે. મોદી સરકારે ઇન્ડેક્સને ખોટી માહિતી અને ભારતની છબીને કલંકિત કરવાના સતત પ્રયાસનો ભાગ ગણાવ્યો. આ રિપોર્ટ મોદી સરકારના પોતાના ડેટા પર આધારિત છે, શું આ પણ ભારતની છબી ખરાબ કરવાનું ષડયંત્ર છે?

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2013માં ભારત 63માં ક્રમે હતું

કોંગ્રેસના કેસી વેણુગોપાલે ટ્વીટ કર્યું, 2013માં ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત 63માં ક્રમે હતું. હવે 2022માં આપણે 121 દેશોની યાદીમાં 107મા સ્થાને પહોંચી ગયા છીએ. તે દયનીય છે! શું મોદીએ ‘ના ખાઉંગા, ના ખાને દૂંગા’ કહ્યું ત્યારે તેનો અર્થ આ જ હતો? આપને જણાવી દઈએ કે ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત 107માં સ્થાને છે. ગયા વર્ષની સરખામણીમાં ભારત છ સ્થાન નીચે ગયું છે. 121 દેશોમાં આ ભારતનું સ્થાન છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati