દેશભરમાં 20 લાખથી વધારે આરોગ્ય કર્મીઓને કોરોનાની રસી અપાઈ

|

Jan 27, 2021 | 8:33 AM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કોવિડ-19 ના બચાવ માટે મંગળવાર રાત સુધી દેશભરમાં 20 લાખથી વધારે આરોગ્ય કર્મીઓનું રસીકરણ થઈ ચુક્યું છે.  જેમાં મંત્રાલયે કહ્યું કે ૧૧માં દિવસે પાંચ રાજ્યોમાં ૧૯૪ સત્રમાં સાંજે સાત વાગે સુધી ૫૬૧૫ લોકોનું રસીકરણ થયું છે.

દેશભરમાં 20 લાખથી વધારે આરોગ્ય કર્મીઓને કોરોનાની રસી અપાઈ
Corona Vaccination

Follow us on

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે Covid-19  ના બચાવ માટે મંગળવાર રાત સુધી દેશભરમાં 20 લાખથી  વધારે આરોગ્ય કર્મીઓનું રસીકરણ થઈ ચુક્યું છે. જેમાં મંત્રાલયે કહ્યું કે ૧૧માં દિવસે પાંચ રાજ્યોમાં ૧૯૪ સત્રમાં સાંજે સાત વાગે સુધી ૫૬૧૫ લોકોનું રસીકરણ થયું છે.  જેમાં તમિલનાડુમાં ૪૯૨૬, કર્ણાટકમાં ૪૨૯, રાજસ્થાનમાં ૨૧૬, તેલંગાનામાં ૩૫ અને આંધ્રપ્રદેશમાં નવ લોકોને રસી આપવામાં આવી છે.

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે Covid-19 બચાવ માટે અત્યાર સુધી કુલ 20.29 લાખ આરોગ્યકર્મીઓનું રસીકરણ થયું છે. જેમાં એક અહેવાલ અનુસાર અત્યાર સુધી કુલ 20,29,424 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મંત્રાલયે કહ્યું કે ગણતંત્ર દિવસના લીધે રસીકરણ માટે સીમિત સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધી સૌથી વધારે કર્ણાટકમાં 2, 31,601 આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવી છે. ઓરિસ્સામાં 1,77,090  રાજસ્થાન માં 1,61,332 અને મહારાષ્ટ્રમાં 1,36,901 આરોગ્ય કર્મીઓએ કોરોનાની રસી લીધી હતી.

Next Article