Corona Update: ભારતે 105 કરોડ વેક્સીનેશનનો આંકડો કર્યો પાર, માત્ર 8 દિવસમાં આપવામાં આવી 5 કરોડ રસી

|

Oct 29, 2021 | 11:36 PM

આ જ મહિનામાં 21 ઓક્ટોબરે ભારતે 100 કરોડ રસીકરણનો આંકડો પૂરો કર્યો હતો. ભારતે માત્ર 10 મહિનામાં અશક્યને શક્ય બનાવી દીધું. લગભગ 130 કરોડની વસ્તીમાં કોરોના રસીના 100 કરોડ રસીકરણ ડોઝનો આંકડો દેશ માટે એક મોટી ઉપલબ્ધિ છે.

Corona Update:  ભારતે 105 કરોડ વેક્સીનેશનનો આંકડો કર્યો પાર, માત્ર 8 દિવસમાં આપવામાં આવી 5 કરોડ રસી
ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શુક્રવારે 105 કરોડ માઇલસ્ટોન (1,05,37,14,062)ને પાર કરી ગયું છે.

Follow us on

ભારતનું કોવિડ-19 રસીકરણ (Covid-19 Vaccination) કવરેજ શુક્રવારે 105 કરોડ માઇલસ્ટોન (1,05,37,14,062) ને પાર કરી ગયું છે. આજે 29 ઓક્સાંટોબરે જે 7 વાગ્યા સુધીમાં 51 લાખ (51,59,251) થી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આજે અંતિમ રિપોર્ટ આવ્યા બાદ દૈનિક રસીકરણની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya)એ  શુક્રવારે ટ્વિટ કરીને કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની 105 કરોડ રસી આપવામાં આવી છે.

આ જ મહિનામાં 21 ઓક્ટોબરે ભારતે 100 કરોડ રસીકરણનો આંકડો પૂરો કર્યો હતો. ભારતે માત્ર 10 મહિના ટૂંકા ગાળામાં અશક્યને શક્ય બનાવી દીધું. લગભગ 130 કરોડની વસ્તીમાં કોરોના રસીના 100 કરોડ વેક્સીનેશનનો ડોઝનો આંકડો દેશ માટે એક મોટી ઉપલબ્ધિ છે. ભારતની આ સફળતાએ વિશ્વને ચોંકાવી દીધું છે. ભારતે પોતાના દેશની જનતાની સાથે વિશ્વના અન્ય દેશોને પણ રસીના કરોડો ડોઝ આપ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

‘હર ઘર દસ્તક’ અભિયાન શરૂ કરવામાં આવશે

ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કોરોના રસીકરણમાં નબળી કામગીરી કરનારા જિલ્લાઓમાં ઘરે ઘરે જઈને કોવિડ -19 રસીકરણના મામલે આગામી મહીના દરમિયાન ‘હર ઘર દસ્તક’ ( ‘Har Ghar Dastak’ campaign) અભિયાન શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકોને જીવલેણ વાયરસ સામે રક્ષણ માટે સંપૂર્ણ રસીકરણ માટે પ્રોત્સાહિત કરવાનો છે.

આરોગ્ય મંત્રાલયના નિવેદન અનુસાર વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્યપ્રધાનો સાથે એક રાષ્ટ્રીય સમીક્ષા બેઠક દરમિયાન, માંડવિયાએ કહ્યું કે કોઈ પણ જિલ્લો એવો ન રહેવો જોઈએ જ્યાં સંપૂર્ણ રસીકરણ ન થયું હોય. તેમણે કહ્યું કે,  હર ઘર દસ્તક અભિયાન ટૂંક સમયમાં જ ખરાબ પ્રદર્શન કરનારા જીલ્લામાં લોકોને સંપૂર્ણ રસીકરણ માટે ઉત્સાહીત કરવા અને પ્રેરીત કરવા માટે શરૂ કરવામાં આવશે.

મનસુખ માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ધનવંતરી જયંતિના અવસરે 2 નવેમ્બરે અભિયાન શરૂ કરવાનું સૂચન કર્યું હતું. આવા લગભગ 48 જિલ્લાઓ ઓળખવામાં આવ્યા છે જ્યાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓમાંથી 50 ટકાથી પણ ઓછા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. સરકારનું લક્ષ્ય છે કે નવેમ્બર 2021 સુધીમાં દરેક વ્યક્તિને કોરોનાનો પહેલો ડોઝ મળી જવો જોઈએ.

આ પણ વાંચો :  PM Jan Dhan Yojana : સાત વર્ષમાં અત્યાર સુધીમાં ખોલાયા 44 કરોડ ખાતા, વિનામુલ્યે મળે છે 2 લાખનો વીમો, જાણો સંપૂર્ણ માહિતી

Published On - 11:32 pm, Fri, 29 October 21

Next Article