મોદી સરકારની મોટી સફળતા, સ્વિસ બૅન્કના ખાતાધારકોનું મળ્યું લિસ્ટ

|

Oct 07, 2019 | 12:20 PM

વિદેશી ધરતી પર કાળા ધનની જાણકારી મળ્યાના મામલે મોદી સરકારને મોટી સફળતા મળી છે. સ્વિટ્ઝરલેન્ડની સરકારે ભારત સરકારને બૅન્ક ખાતાથી જોડાયેલી પ્રથમ જાણકારી આપી દીધી છે. સ્વિટ્ઝરલેન્ડ તરફથી સ્વિસ બૅન્કમાં ખોલેલા ભારતીય ખાતાની જાણકારી સરકારને આપી છે. ભારત ગણતરીના દેશોમાંથી એક છે, જેને આ જાણકારી મળી રહી છે. સ્વિટ્ઝરલેન્ડના ટેક્સ વિભાગ મુજબ ભારત સરકારને આગામી […]

મોદી સરકારની મોટી સફળતા, સ્વિસ બૅન્કના ખાતાધારકોનું મળ્યું લિસ્ટ

Follow us on

વિદેશી ધરતી પર કાળા ધનની જાણકારી મળ્યાના મામલે મોદી સરકારને મોટી સફળતા મળી છે. સ્વિટ્ઝરલેન્ડની સરકારે ભારત સરકારને બૅન્ક ખાતાથી જોડાયેલી પ્રથમ જાણકારી આપી દીધી છે. સ્વિટ્ઝરલેન્ડ તરફથી સ્વિસ બૅન્કમાં ખોલેલા ભારતીય ખાતાની જાણકારી સરકારને આપી છે. ભારત ગણતરીના દેશોમાંથી એક છે, જેને આ જાણકારી મળી રહી છે.

સ્વિટ્ઝરલેન્ડના ટેક્સ વિભાગ મુજબ ભારત સરકારને આગામી જાણકારી 2020માં આપવામાં આવશે. જાણકારી મુજબ સ્વિટ્ઝરલેન્ડમાં દુનિયાના 75 દેશોના લગભગ 31 લાખ એકાઉન્ટ છે, જે રડાર પર છે, તેમાં ભારતના ઘણા એકાઉન્ટ પણ સામેલ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સ્વિટ્ઝરલેન્ડની સરકારની જાણકારી મળ્યા પછી સરકારના સુત્રોનું કહેવું છે કે જે જાણકારી મળી છે, તેમાં બધા જ ખાતા ગેરકાયદેસર નથી. સરકારી એજન્સીઓ હવે આ મામલે તપાસ શરૂ કરશે, જેમાં ખાતાધારકોના નામ, તેમના ખાતાની જાણકારી આપવામાં આવશે અને કાયદા મુજબ પગલાં ભરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વિદેશમાં જમા કાળું નાણુ પરત ભારત લાવવું મોદી સરકાર માટે મોટો મુદ્દો રહ્યો છે. પછી તે 2014ની ચૂંટણી હોય કે પછી 2019ની ચૂંટણી હોય. જાણકારી આપવા માટે સરકાર તરફથી સતત સ્વિટ્ઝરલેન્ડની સરકાર સાથે સંપર્ક પણ કરવામાં આવતો હતો. હવે કાળા નાણાની વિરૂદ્ધ આ લડાઈમાં મોદી સરકારને હવે સફળતા મળી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પહેલા જૂન 2019માં સ્વિસ નેશનલ બૅન્ક તરફથી જાહેર કરેલા રિપોર્ટમાં બતાવવામાં આવ્યું હતું કે સ્વિસ બૅન્કોમાં ભારતીયો દ્વારા જમા રકમમાં ઘટાડો થયો છે. 2018ના આંકડા મુજબ ભારતીયોને હવે 6,757 કરોડ રૂપિયા જ સ્વિસ બૅન્કોમાં જમા છે. તેમાંથી કેટલું કાળું નાણું છે અને કેટલું નહીં, તેની જાણકારી સ્વિસ બૅન્કો તરફથી આપવામાં આવી નહતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article