National War Memorial ખાતે પ્રજ્વલિત જ્યોતમાં વિલય થઈ અમર જવાન જ્યોતિ

|

Jan 21, 2022 | 5:36 PM

ઈન્ડિયા ગેટ(India Gate) પર છેલ્લા 50 વર્ષથી શરૂ અમર જવાન જ્યોતિ (Amar Jawan Jyoti) શુક્રવારે નેશનલ વોર મેમોરિયલ (National War Memorial) ખાતે પ્રજ્વલિત જ્યોત સાથે વિલીન કરવામાં આવી હતી

National War Memorial ખાતે પ્રજ્વલિત જ્યોતમાં વિલય થઈ અમર જવાન જ્યોતિ
Amar Jawan Jyoti merged with National War Memorial's eternal flame

Follow us on

દિલ્હીના ઈન્ડિયા ગેટ (India Gate) પર છેલ્લા 50 વર્ષથી શરૂ અમર જવાન જ્યોતિ (Amar Jawan Jyoti) શુક્રવારે નેશનલ વોર મેમોરિયલ(National War Memorial) ખાતે પ્રજ્વલિત જ્યોત સાથે વિલીન કરવામાં આવી હતી. આ સમારોહ એર માર્શલ બલભદ્ર રાધાકૃષ્ણની અધ્યક્ષતામાં યોજાયો હતો. અમર જવાન જ્યોતિની સ્થાપના 1971ના ભારત-પાક યુદ્ધમાં(India-Pakistan War) શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં કરવામાં આવી હતી. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું જે બાદ જ બાંગ્લાદેશનું (Bangladesh) નિર્માણ થયું. સાથે જ હવે જ્યોતના વિલીનીકરણ બાદ આ સ્થળ પર દેશના વીરોને યાદ કરવામાં આવશે. આ બાદ વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે

ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 26 જાન્યુઆરી 1972ના રોજ અમર જવાન જ્યોતિનું ઉદ્ઘાટન કર્યું હતું. અમર જવાન જ્યોતિ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પ્રજ્વલિત જ્યોત સાથે હવે વિલીન થઈ ગઈ છે. નેશનલ વોર મેમોરિયલ અને ઈન્ડિયા ગેટ વચ્ચે માત્ર 400 મીટરનું અંતર છે. અત્રે એ નોંધનીય છે કે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન 25 ફેબ્રુઆરી 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્થાન પર 25,942 સૈનિકોના નામ સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યા છે. ઉદ્ઘાટન પછી, ઈન્ડિયા ગેટ પરના તમામ સૈન્ય ઔપચારિક કાર્યક્રમોને ત્યાં ખસેડવામાં આવશે.

કેમ લેવાયો નિર્ણય?
સૂત્રો અનુસાર બંને જગ્યાએ જ્યોતની જાળવણી મુશ્કેલ બની રહી હોવાનું જાણવા મળતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેનાના સૂત્રોએ કહ્યું કે એવી દલીલ પણ કરવામાં આવી હતી કે દેશના શહીદો માટે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહેલેથી જ બનાવવામાં આવ્યું છે, તો શા માટે ઈન્ડિયા ગેટ પર અલગથી જ્યોત પ્રગટાવવામાં આવે. સૂત્રોએ જણાવ્યું કે, તે શહીદોના નામ નેશનલ વોર મેમોરિયલ પર પણ લખેલા છે જે ઈન્ડિયા ગેટ પર લખેલા છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં તમામ ભારતીય સંરક્ષણ કર્મચારીઓના નામ પણ છે જેમણે વિવિધ કામગીરીમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમાં 1947-48માં ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેના સંઘર્ષમાં અને પાકિસ્તાન સાથેના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોના નામ સામેલ છે.

આ પણ વાંચો:

ધ્યાન રાખજો ! ટ્રેનમાં બેઠેલા અન્ય મુસાફરોની ઊંઘ બગાડવી હવે ભારે પડશે, Railwayએ જાહેર કરી ગાઈડલાઈન

આ પણ વાંચો:

ભારત માટે ખતરાની ઘંટી ? હિંદ મહાસાગરમાં Iran, Russia અને Chinaની સંયુક્ત કવાયત શરૂ

Next Article