Corona રસીકરણમાં ભારતે 1 કરોડનો આંકડો પાર કર્યો

|

Feb 19, 2021 | 5:58 PM

ભારતે એક કરોડ લોકોને Corona  ની રસી આપીને મોટો રેકોર્ડ બનાવ્યો છે. કોવિડ -19 રસીકરણમાં યુએસ અને યુનાઇટેડ કિંગડમ (યુકે) પછી ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે.

Corona રસીકરણમાં ભારતે 1 કરોડનો આંકડો પાર કર્યો

Follow us on

ભારતે એક કરોડ લોકોને Corona ની રસી આપીને મોટો રેકોર્ડ બનાવ્યો છે. કોવિડ -19 રસીકરણમાં યુએસ અને યુનાઇટેડ કિંગડમ (યુકે) પછી ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આરોગ્ય મંત્રાલયની  માહિતી અનુસાર  દેશમાં અત્યાર સુધીમાં 1.18 કરોડ લોકોને Coronaની  રસી આપવામાં આવી છે.

16 જાન્યુઆરીથી દેશભરમાં Corona રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સરકારે આ માટે પહેલેથી જ આયોજન કર્યું હતું. આ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓને પ્રથમ રસી આપવામાં આવી છે જે લગભગ એક કરોડ છે. તેની બાદ  ફ્રન્ટ લાઇન વર્કર્સ છે જેઓ આશરે બે કરોડ છે અને તેમના પછી એવા 27 કરોડ લોકો એવા છે જેમની ઉંમર 50 વર્ષથી ઉપર છે અથવા કોમોર્બિડિટીથી પીડાય છે. હવે તેઓને પ્રાથમિકતાના આધારે રસી આપવામાં આવશે.

પ્રથમ બે તબક્કાનું રસીકરણ હવે પૂર્ણ થવાના આરે છે, જે પ્રથમ તબક્કાની  સંખ્યા ફક્ત ત્રીજા વર્ગની છે. દરમિયાન રસીનો બીજો ડોઝ પણ આપવાની શરૂઆત કરવામાં આવી છે.  આરોગ્ય મંત્રાલયે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે આવતા મહિનાથી સિનિયર સીટીઝનોને કોરોના રસી આપવાની   શરૂ કરવામાં આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભારત દેશમાં રસીકરણની ગતિ વધારી રહ્યું છે ત્યારે અન્ય દેશોમાં પણ ભારતીય રસીની માંગ વધી રહી છે. ભારતના પડોશીઓ સહિત વિશ્વના 60 થી વધુ દેશોએ રસી માટે ભારતનો સંપર્ક કર્યો છે. તેમાંથી કોવિડ રસી 25 દેશોમાં મોકલવામાં આવી છે અને ટૂંક સમયમાં વિશ્વના 49 વધુ દેશોમાં મોકલવામાં આવશે.દેશમાં હાલમાં કોવિશિલ્ડ અને કોવેક્સીન નામની બે રસીઓ આપવામાં આવી રઇ છે.

Next Article