ભારતે રસીકરણમાં રચ્યો ઇતિહાસ, વડાપ્રધાન મોદી અને આરોગ્ય મંત્રીએ પાઠવી શુભેચ્છા

|

Jul 17, 2022 | 3:39 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)  200 કરોડ વેક્સિનેશનની સિદ્ધિ બદલ આરોગ્ય કર્મચારીઓને ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા.

ભારતે રસીકરણમાં રચ્યો ઇતિહાસ, વડાપ્રધાન મોદી અને આરોગ્ય મંત્રીએ પાઠવી શુભેચ્છા
India created history in vaccination

Follow us on

ભારતે કોરોના રસીના (Corona Vaccine)  બે અબજ ડોઝનો આંકડો પાર કરી લીધો છે. ઈન્ડિયા વેક્સિનેશન ડ્રાઈવની(Vaccination Drive)  શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં બે અબજ ડોઝ આપવામાં આવ્યા છે.જેમાં પ્રથમ, બીજા અને બુસ્ટર ડોઝનો સમાવેશ થાય છે. આ માટે દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Health minister Mansukh Mandaviya) આરોગ્ય કર્મચારીઓને શુભેચ્છા પાઠવી છે.તેમણે કહ્યું,“આ ગર્વની વાત છે કે ભારતે અત્યાર સુધીમાં કોવિડ-19 (COVID19 )રસીના 2 બિલિયન ડોઝને વટાવ્યા છે. આ સિદ્ધિ બદલ હું આરોગ્ય કર્મચારીઓ અને નાગરિકોને અભિનંદન આપુ છુ.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)  પણ આરોગ્ય કર્મચારીઓને 200 કરોડ વેક્સિનેશનની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા. સ્વાસ્થ્ય મંત્રીના ટ્વીટને રીટ્વીટ કરતા તેમણે લખ્યું, “ભારતે ફરી ઇતિહાસ રચ્યો! રસીના 200 કરોડ ડોઝના વિશેષ આંકને પાર કરવા બદલ તમામ ભારતીયોને અભિનંદન.ભારતના રસીકરણ અભિયાનમાં (Vaccination Campaign) યોગદાન આપનારાઓ પર ગર્વ છે.તેણે COVID-19 સામેની વૈશ્વિક લડાઈને મજબૂત બનાવી છે”

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કોરોનાની અસરને ઓછી કરવાના પ્રયાસોનો આ બીજો પુરાવો

વિશ્વ આરોગ્ય સંસ્થામાં દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક ડૉ.પૂનમ ખેત્રપાલ સિંહે (Dr Poonam Khetrapal Singh) પણ ભારત સરકારને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે અંગ્રેજીમાં ટ્વીટ કર્યું, “ભારતને 2 અબજથી વધુ કોવિડ-19 રસીના ડોઝ આપવા બદલ અભિનંદન.વધુમાં તેમણે કહ્યું કે,દેશની પ્રતિબદ્ધતા અને ચાલુ રોગચાળાની અસરને ઓછી કરવાના પ્રયાસોનો આ બીજો પુરાવો છે.”

Next Article