India Covid-19: કોરોનાના ક્યાં સ્ટેજ પર છે ભારત ? WHOએ આપ્યું ભારત વિષે આ મહત્વનું આપ્યું નિવેદન

|

Aug 25, 2021 | 7:57 AM

ભારતના કદ અને દેશના વિવિધ ભાગોમાં વસતીની વિવિધતા અને રોગપ્રતિકારક સ્થિતિને જોતા, કોરોનાનું જોખમ "ખૂબ જ સંભવ છે"

India Covid-19: કોરોનાના ક્યાં સ્ટેજ પર છે ભારત ? WHOએ આપ્યું ભારત વિષે આ મહત્વનું આપ્યું નિવેદન
Dr. Soumya Swaminathan, The Chief Scientist at the World Health Organization

Follow us on

India Covid-19: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્યા સ્વામીનાથ ( Soumya Swaminathan the Chief Scientist at the World Health Organization) ને જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ -19 અમુક પ્રકારની સ્થાનિક સ્થિતિમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં વાયરસનો ફેલાવો ઓછો અથવા મધ્યમ હોય છે.

વાસ્તવમાં સ્થાનિકતાનો તબક્કો ત્યારે થાય છે જ્યારે દેશની વસ્તી વાયરસ સાથે જીવવાનું શીખે છે. આ રોગચાળો ફાટી નીકળવાના તબક્કાથી ઘણો અલગ છે. આ તે તબક્કો છે જ્યારે વાયરસ વસ્તી પર હાવી થઈ જાય છે.

કોવેક્સિનને મંજૂર કરવા પર, વૈજ્ઞાનિકે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે WHOનું ટેકનિકલ જૂથ COVAXIN તેની અધિકૃત રસીઓમાંથી એક તરીકે મંજૂર કરવામાં સંતુષ્ટ થશે, અને તે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં થઈ શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એક સમાચાર વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં સ્વામીનાથને કહ્યું હતું કે ભારતના કદ અને દેશના વિવિધ ભાગોમાં વસતીની વિવિધતા અને રોગપ્રતિકારક સ્થિતિને જોતા, કોરોનાનું જોખમ “ખૂબ જ સંભવ છે” પરિસ્થિતિ આ રીતે ચાલુ રહી તો સંક્રમણ વધી શકે છે. દેશના વિવિધ ભાગોમાં વાયરસની સંખ્યામાં વધઘટ થઈ શકે છે.

70 ટકા સુધી રસીકરણનું લક્ષ્ય
સ્વામીનાથને કહ્યું, “અમે અમુક પ્રકારના સ્થાનિક તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં કોરોનાનું સંક્રમણ નીચું અથવા મધ્યમ સ્તર છે, પરંતુ અમે કેટલાક મહિના પહેલા જે પ્રકારનું ઘાતક દ્રશ્ય હતું તે હમણાં જોવા મળતું નથી.” તેમણે આશા વ્યક્ત કરી કે વર્ષ 2022 ના અંત સુધીમાં, “અમે એવી સ્થિતિમાં હોઈશું કે અમે 70 ટકા રસીકરણનું લક્ષ્ય હાંસલ કરીશું અને પછી દેશોમાં પરિસ્થિતિ સામાન્ય થઈ શકે છે”.

બાળકોના માતા -પિતાએ ગભરાવાની જરૂર નથી
બાળકોમાં કોવિડના ફેલાવા પર સ્વામીનાથને કહ્યું કે માતા -પિતાએ ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું, “અમે સીરો સર્વે પર નજર કરીએ છીએ અને અન્ય દેશોમાંથી આપણે જે શીખ્યા છીએ તે દર્શાવે છે કે શક્ય છે કે બાળકોને ચેપ લાગી શકે. જો કે, મોટાભાગના બાળકોને સદભાગ્યે ખૂબ જ હળવી બીમારી હોય છે.”

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાંથી લોકોને હવાઇ માર્ગે બહાર કાઢવાનું કામ ચાલુ, કાબુલ એરપોર્ટ પર ખતરો

આ પણ વાંચો: Surendranagar : સિંચાઇનું પાણી આપવા ખેડૂતોની માગ, જિલ્લામાં મોટાભાગના ડેમમાં પાણીની સ્થિતિ ચિંતાજનક

 

 

Published On - 7:43 am, Wed, 25 August 21

Next Article