India Corona Update: દેશમાં કોરોનાના કેસ ઘટતા રાહત, એક દિવસમાં નોંધાયા 62,176 કેસ અને 2,539 લોકોનાં મોત

|

Jun 16, 2021 | 8:04 AM

દેશમાં કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. દેશમાં એક જ દિવસ દરમિયાન 62 હજાર 176 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 96 લાખ 32 હજારને પાર પહોંચી ગઈ છે.

India Corona Update: દેશમાં કોરોનાના કેસ ઘટતા રાહત, એક દિવસમાં નોંધાયા 62,176 કેસ અને 2,539 લોકોનાં મોત
India Corona Update

Follow us on

દેશમાં કોરોનાની (Corona) બીજી લહેરનું સંક્રમણ ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. દેશમાં એક જ દિવસ દરમિયાન 62 હજાર 176 કેસ (Case) નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 96 લાખ 32 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે દેશમાં ગઈકાલે કોરોનાથી 2 હજાર 539 લોકો મોતને ભેટ્યા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 3 લાખ 79 હજાર 601 પર પહોંચ્યો છે.

ગઈકાલે એક જ દિવસમાં 1 લાખ 7 હજાર 710 દર્દી સાજા થઈને ઘરે ગયા છે. હાલ દેશમાં સૌથી વધુ સંક્રમણ કેરળમાં છે, જ્યાં એક દિવસમાં 12 હજાર 246 કેસ નોંધાયા છે. જ્યારે તામીલનાડુમાં 11 હજાર 805 કેસ નોંધાયા છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો, રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે અને 112 દિવસ બાદ 400થી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં નવા 352 કેસ નોંધાયા, જ્યારે માત્ર 4 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા. રાજ્યમાં હવે 8 હજાર 884 જ એક્ટિવ કેસ છે, જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા 219 થઇ છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 10 હજારને પાર પહોંચ્યો છે, તો સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 8 લાખને પાર પહોંચી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સાજા થવાનો દર વધીને 97.70 ટકા થયો છે. રાજ્યના 4 મહાનગરોની વાત કરીએ તો, મહાનગરોમાં કોરોનાના કેસોની સંખ્યા 2 આંકડામાં પહોંચી છે. અમદાવાદમાં આક્રમક બનેલો કોરોના કાબૂમાં છે. અમદાવાદમાં નવા 49 કેસ સાથે 2 દર્દીઓના મૃત્યુ થયા, તો સુરતમાં 71 કેસ સાથે 1 દર્દીનો જીવ ગયો. વડોદરામાં 50 કેસ, તો રાજકોટમાં 25 કેસ નોંધાયા, જ્યારે જૂનાગઢમાં એક દર્દી કોરોના સામેનો જંગ હાર્યો.

Next Article