India Corona Update: દેશમાં 81 દિવસ બાદ કોરોનાના ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં નવા 58,562 કેસ આવ્યા અને 1573 દર્દીઓના મોત

|

Jun 20, 2021 | 10:43 AM

દેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 58,562 પોઝિટિવ કેસ સામે આવ્યા, તો 1573 લોકોએ જીવ ગુમાવ્યો. જ્યારે 24 કલાકમાં 87 હજારથી વધારે લોકો સારવાર બાદ સ્વસ્થ થયા.

India Corona Update: દેશમાં 81 દિવસ બાદ કોરોનાના ઓછા કેસ નોંધાયા,  24 કલાકમાં નવા 58,562 કેસ આવ્યા અને 1573 દર્દીઓના મોત
File Photo

Follow us on

દેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાના (Corona) 58,562 પોઝિટિવ કેસ સામે આવ્યા, તો 1573 લોકોએ જીવ ગુમાવ્યો. જ્યારે 24 કલાકમાં 87 હજારથી વધારે લોકો સારવાર બાદ સ્વસ્થ થયા. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની (Case) સંખ્યા પણ ઘટીને 7 લાખ 24 હજાર થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કેસની સંખ્યા 2 કરોડ 98 લાખ 81 હજારને પાર કરી ગઈ છે, તો અત્યાર સુધીમાં કોરોનાથી 3 લાખ 86 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 228 નવા કેસ નોંધાયા છે, જેની સામે 874 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 97.98 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના મોત થયા છે. રાજ્યના 6 મહાનગર અને 29 જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી.

રાજ્યમાં સતત અગિયારમાં દિવસે એકેય જિલ્લા કે શહેરમાં 100 થી વધુ કેસ નોંધાયા નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 21 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 28 થયો છે. રાજ્યમાં હાલ 6 હજાર 579 એક્ટિવ કેસ છે, જેમાંથી 173 દર્દી વેન્ટિલેટર પર છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

રાજ્યમાં રસીકરણની જો વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં 3 લાખ 24 હજાર 615 લોકોએ રસી મુકાવી. જેમાંથી 3 હજાર 192 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને રસીનો પ્રથમ ડોઝ અપાયો. તો 4 હજાર 670 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને રસીનો બીજો ડોઝ અપાયો, જ્યારે 45 થી મોટી ઉંમરના 58 હજાર 306 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 38 હજાર 730 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો.

18 થી 45 વર્ષના 2 લાખ 18 હજાર 207 યુવાનોને રસીનો પ્રથમ ડોઝ અને 1 હજાર 510 યુવાનોને રસીનો બીજો ડોઝ અપાયો. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 2 કરોડ 18 લાખ 71 હજાર 920 લોકોનું રસીકરણ થઇ ચૂક્યું છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદ જિલ્લામાં થયું છે. અમદાવાદ જિલ્લામાં કુલ 45,573 લોકોને રસી આપવામાં આવી છે.

Next Article