India Corona Update : દેશમાં ઘટ્યા કોરોનાના કેસ, એક દિવસમાં નોંધાયા 62,224 કેસ અને 2,542 લોકોનાં મોત

|

Jun 17, 2021 | 7:45 AM

India Corona Update : દેશમાં કોરોનાની (Corona) બીજી લહેરનું સંક્રમણ ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. દેશમાં એક જ દિવસ દરમિયાન 62 હજાર 224 કેસ (Case) નોંધાયા છે.

India Corona Update : દેશમાં ઘટ્યા કોરોનાના કેસ, એક દિવસમાં નોંધાયા 62,224 કેસ અને 2,542 લોકોનાં મોત
દેશમાં કોરોનાના કેસ ઘટ્યા

Follow us on

India Corona Update : દેશમાં કોરોનાની (Corona) બીજી લહેરનું સંક્રમણ ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. દેશમાં એક જ દિવસ દરમિયાન 62 હજાર 224 કેસ (Case) નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 96 લાખ 33 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે દેશમાં ગઈકાલે કોરોનાથી 2 હજાર 542 લોકો મોતને ભેટ્યા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 3 લાખ 79 હજાર 573 પર પહોંચ્યો છે. જયારે  1,07,628 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. 

દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 8,65,432 છે. છેલ્લા 24 કલાકમાં 28,00,458 લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી 26,19,72,014 લોકોનું રસીકરણ થઇ ગયું છે. દેશમાં રિકવરી રેટ વધીને 95.80 ટકા થયો છે, જ્યારે છેલ્લા અઠવાડિયામાં પોઝિટિવિટી રેટ 5 ટકાથી પણ નીચે આવી ગયો છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાજ્યમાં 16 જૂને ઘણા દિવસો પછી કોરોનાના 300થી ઓછા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટીવ કેસ ઘટીને 8,242 થયા છે.રાજ્યમાં 16 જૂનના રોજ કોરોનાના નવા 298 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 5 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,21,376 થઈ છે અને મૃત્યુઆંક 10,012 થયો છે.

રાજ્યમાં  16 જૂનના રોજ અમદાવાદ અને સુરત શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 46 અને સુરતમાં 47 નવા કેસ, વડોદરામાં 25, રાજકોટમાં 19, ગાંધીનગરમાં 4, જામનગરમાં 7, જુનાગઢમાં 3 અને ભાવનગર કોરોના વાયરસનો માત્ર 1 નવો કેસ નોંધાયો છે.

 

રાજ્યમાં 16 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 935 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,03,122 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.78 ટકા જેટલો થયો છે.

Next Article