India-China Standoff: ભારત-ચીન વચ્ચે ફરી ઝડપ,પૈગોંગ ઝીલ પાસે ચીનનાં સૈનિકોએ કર્યો ધૂસણખોરીનો પ્રયાસ,ભારતીય સેનાએ તમામને હાંકી કાઢ્યા

|

Sep 19, 2020 | 3:48 PM

ભારત અને ચીન વચ્ચે વિવાદ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. 29 અને 30 ઓગસ્ટની રાતે ચીનનાં સૈનિકોએ પૂર્વ લદ્દાખમાં વિવાદાસ્પદ વિસ્તારમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે પહેલેથીજ તૈયાર ભારતીય સેનાનાં જવાનોએ તરત જ જડબાતોડ જવાબ આપીને તમામને બહાર ખદેડી મુક્યા હતા, સોર્સ કહી રહ્યા છે કે બંને દેશેનાં સૈનિકો વચ્ચે હાથાપાઈ પણ થઈ […]

India-China Standoff: ભારત-ચીન વચ્ચે ફરી ઝડપ,પૈગોંગ ઝીલ પાસે ચીનનાં સૈનિકોએ કર્યો ધૂસણખોરીનો પ્રયાસ,ભારતીય સેનાએ તમામને હાંકી કાઢ્યા
https://tv9gujarati.in/india-china-stan…ad-kahdedi-mukya/

Follow us on

ભારત અને ચીન વચ્ચે વિવાદ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. 29 અને 30 ઓગસ્ટની રાતે ચીનનાં સૈનિકોએ પૂર્વ લદ્દાખમાં વિવાદાસ્પદ વિસ્તારમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે પહેલેથીજ તૈયાર ભારતીય સેનાનાં જવાનોએ તરત જ જડબાતોડ જવાબ આપીને તમામને બહાર ખદેડી મુક્યા હતા, સોર્સ કહી રહ્યા છે કે બંને દેશેનાં સૈનિકો વચ્ચે હાથાપાઈ પણ થઈ હોવાની વાત સામે આવી રહી છે.

સેનાનાં PRO કર્નલ અમન આનંદનાં જણાવ્યા અનુસાર ભારતીય સૈનિકોએ પૈગોંગ ઝીલનાં દક્ષિણ કિનારા પર ચીનનાં સૈનિકોની ચાલી રહેલી ગતિવિધિઓને પહેલેથી જ માપી લીધી હતી અને જેવી તેમણે ઘુસણખોરીની શરૂઆત કરી કે ભારતીય સેનાનાં જવાનોએ તેમની ટક્કર આપીને પાછા ખદેડી મુક્યા હતા, સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે ભારતીય પોસ્ટને મજબુત કરવા માટે અને જમીન પરનાં નક્કર પરિમાણોને બદલવાની ચીનની સેનાનાં ઈરાદાઓને ઉગતા જ ડામી દીધા હતા.

તેમણે વધુંમાં ઉમેર્યું કે ભારતીય સેના વાતચીતનાં માધ્યમથી શાંતિ બનાવી રાખવા માટે તત્પર છે, પણ સામે વિસ્તારની અખંડિતતાને બરકરાર અને તેની રક્ષા માટે પણ એટલી જ અડગ છે. આવા જ પ્રકારનાં મુદ્દાઓ પર ચુશુલમાં બ્રિગેડ સ્તરની ફ્લેગ મિટિંગ ચાલી રહી છે. સેનાએ જણાવ્યું છે કે PLA દ્વારા પૂર્વ લદ્દાખમાં યથાવત વિવાદ બાદ સેના અને રાજકિય સ્તરે બનેલા દબાણ બાદ બનેલી સહમતિને ફરી તોડી છે. આ એવા સમયે થયું છે કે જ્યારે LAC પર સંઘર્ષ વિરામની પ્રક્રિયા ઘોંચમાં પડી છે અને ચીન તેના પર સહમતિ નથી જતાવી રહ્યું, જ્યારે કે ભારતે આ મુદ્દાને ઝડપથી ઉકેલવા પર ભાર મુક્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે NSA અને સેનાનાં ત્રણ પ્રમુખો સાથે લદ્દાખમાં LAC પરનાં વિવાદને લઈ હાલમાં જ ચર્ચા કરી હતી અને આ જ મુદ્દે બંને દેશો વચ્ચે અનેક વાર વાત થઈ ગયા બાદ પણ કોઈ ઉકેલ નથી આવી રહ્યો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:46 am, Mon, 31 August 20

Next Article