India China Border News: ભારતનાં સ્પેશ્યલ ફોર્સની તાકાતથી બઘવાયેલા ચીનાઓએ તિબેટનાં સૈનિકોને ખાસ તાલીમ આપવી શરૂ કરી

|

Jul 10, 2021 | 12:57 PM

ચીની સૈનિકો ભારતની સ્પેશ્યલ ફ્રન્ટ ફોર્સની કોપી કરવાની કોશિશ કરી રહ્યા છે. ભારતની આ સ્પેશ્યલ ફોર્સમાં તિબેટનાં પણ સૈનિકો

India China Border News: ભારતનાં સ્પેશ્યલ ફોર્સની તાકાતથી બઘવાયેલા ચીનાઓએ તિબેટનાં સૈનિકોને ખાસ તાલીમ આપવી શરૂ કરી
પ્રતિકાત્મક ફાઇલ ફોટો

Follow us on

India China Border News: સુધરે તો એ ચીન નહી. ભારત સાથે ગલવાન (Galvan) ઘાટીમાં થયેલા ઘર્ષણમાં ભારતનાં સ્પેશ્યલ ફોર્સ(Special Forces)નાં હાથે કારમી પછડાટ ખાનારા ચીનાઓએ હવે લદ્દાખ(Ladakh)ની આસપાસનાં ઉંચાઈ વાળા વિસ્તારો માટે તિબેટનાં સૈનિકોની ભરતી શરૂ કરી છે. ચાઈનીઝ આર્મી (Chinese Army) આ સૈનિકોને ખાસ તાલીમ તો આપી રહી છે સાથે તેમને ચીની ભાષા પણ શિખવાડી રહી છે. આ તાલીમ પામેલા સૈનિકો માટે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી જ સર્વેસર્વા રહેશે.

તિબેટનાં સૈનિકોને પાર્ટીનાં ઓર્ડરને જ માનવા માટે કહેવામાં આવ્યું છે અને તેમના માટે દલાઈ લામા કરતા પણ ઉપર ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને માનવાનું કહેવામાં આવ્યું છે. જો કે મોટો સવાલ એ પણ છે કે તિબેટનાં સૈનિકોનો ઉપયોગ ભારત સામે પણ કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે.

ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા પ્રમાણે ચીની સૈનિકો ભારતની સ્પેશ્યલ ફ્રન્ટ ફોર્સની કોપી કરવાની કોશિશ કરી રહ્યા છે. ભારતની આ સ્પેશ્યલ ફોર્સમાં તિબેટનાં પણ સૈનિકો છે. આ જ સૈનિકોએ બોર્ડર પર પણ અભ્યાસ કર્યો હતો. આ ફોર્સનાં સૈનિકો પહાડ પર લડી શકવા માટે મહારથ પણ ધરાવે છે. ભારતીય સેનાની આ ટુકડીઓએ ચીનને પેેંગોગ વિસ્તાર પર કબજો કરતા અટકાવી દીધા હતા.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

સૂત્રો તરફથી મળી રહેલી માહિતિ પ્રમાણે ચીનની આર્મીમાં સામેલ થઈ રહેલા તિબેટનાં સૈનિકોને પણ સ્પેશ્યલ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. તિબેટનાં હિસ્સા વાળા ચીનમાં મોટી સંખ્યામાં લોકો ચીનની વિરૂદ્ધમાં છે. આ વિસ્તારમાં દલાઈ લામાનાં શિષ્યો વધારે છે. આ લોકોને ચીનની નીતિ બિલકુલ પસંદ નથી આવી રહી.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા ભારત અને ચીનની બોર્ડર પર તણાવનો માહોલ ભરપૂર હતો. બંને દેશનાં સૈનિકો વચ્ચે સશસ્ત્ર અથડામણ પણ થઈ ચુકી છે. 9 રાઉન્ડ જેટલી ટેબલ ટોક પછી પણ સ્થિતિમાં ખાસ કોઈ ફરક નથી પડી રહ્યો. ચીન એક દગાખોર અને હંમેશા પીઠ પાછળ ઘા કરનારો દેશ રહ્યો છે જેને લઈ ભારત હાલમાં બોર્ડર પર ચીનની નાનામાં નાની હકરત પર ધ્યાન રાખી રહ્યું છે.

 

Next Article