ભારતે હવે લદ્દાખમાં પણ કર્યુ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ Helinaનું પરીક્ષણ, લક્ષ્યને સફળતાપૂર્વક નિશાન બનાવ્યું
Helina: આ પરીક્ષણ રાજસ્થાનમાં પોખરણ ફાયરિંગ રેન્જ ખાતે હાથ ધરવામાં આવેલા શ્રેણીબદ્ધ પરીક્ષણોના ભાગ રૂપે કરવામાં આવ્યું હતું. હેલિના અથવા હેલિકોપ્ટર આધારિત નાગ મિસાઈલ સાત કિમી દૂર સુધીના લક્ષ્યાંકો પર પ્રહાર કરી શકે છે.
ભારતે સતત બીજા દિવસે એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું (anti-tank guided missile) સફળ પરીક્ષણ કર્યું છે. આજે મંગળવારે એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ હેલિનાનું (helina) સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલનું લદ્દાખના ઊંચાઈવાળા વિસ્તારમાં એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે સંપૂર્ણ રીતે સફળ રહ્યું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના અધિકારીઓએ જણાવ્યું કે પરીક્ષણ દરમિયાન મિસાઈલે સિમ્યુલેટેડ ટેન્કને સફળતાપૂર્વક તોડી પાડી.
India today carried out a successful test firing of Helina anti-tank guided missile from the indigenous Advanced Light Helicopter in high altitude areas of Ladakh. The missile was tested yesterday also in same area where it successfully hit a simulated tank target: DRDO officials pic.twitter.com/AnTIdcfNPc
— ANI (@ANI) April 12, 2022
અગાઉ સોમવારે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતે આજે દેશમાં બનેલી એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ (ATGM) હેલિનાનું ઉચ્ચ ઉંચાઈ પર એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટરથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, જેનાથી હેલિકોપ્ટર સાથે હથિયારના એકીકરણનો માર્ગ મોકળો થયો આ મિસાઈલ ફાયર એન્ડ ફોરગેટ સિસ્ટમ પર કામ કરે છે, એટલે કે ફાયર એન્ડ ફોરગેટની રણનીતિ પર કામ કરે છે.
ગઈકાલે પોખરણ ફાયરિંગ રેન્જમાં થયું હતું ટેસ્ટિંગ
આ પરીક્ષણ રાજસ્થાનમાં પોખરણ ફાયરિંગ રેન્જ ખાતે હાથ ધરવામાં આવેલા શ્રેણીબદ્ધ પરીક્ષણોના ભાગ રૂપે કરવામાં આવ્યું હતું. હેલિના અથવા હેલિકોપ્ટર આધારિત નાગ મિસાઈલ સાત કિમી દૂર સુધીના લક્ષ્યાંકો પર પ્રહાર કરી શકે છે. સંરક્ષણ મંત્રાલયે આ સંદર્ભમાં જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈન્ફ્રારેડ ઈમેજિંગ સીકર સિસ્ટમ દ્વારા સંચાલિત ફાયર એન્ડ ફોરગેટ મિસાઈલે ઉચ્ચ ઊંચાઈ પર નકલી ટેન્ક લક્ષ્યને નિશાનો બનાવ્યો. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO), ભારતીય વાયુસેના અને સેનાએ સંયુક્ત રીતે આ પરીક્ષણ કર્યું હતું.
અગાઉ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ ગયા અઠવાડિયે શુક્રવારે સફળતાપૂર્વક એક પ્રોપલ્શન સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું, જે સુપરસોનિક સ્પીડ કરતા ઘણા વધુ અંતરે હવામાં ઉડેલા જોખમોને રોકવા માટે મિસાઈલને સક્ષમ કરે છે. સોલિડ ફ્યુઅલ ડક્ટેડ રામજેટ (SFDR) બૂસ્ટરને ચાંદીપુર ઑફશોર, ઓડિશા ખાતેની ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
હવાથી હવામાં મિસાઈલોની મારક ક્ષમતા વધશે
અધિકારીઓએ જણાવ્યું હતું કે SFDRના સફળ પરીક્ષણથી DRDOને હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલોની રેન્જ વધારવામાં મદદ મળવાની અપેક્ષા છે. SFDR-આધારિત પ્રોપલ્શન સુપરસોનિક ઝડપે વધુ અંતરે હવાઈ ખતરાને અટકાવવા માટે મિસાઈલને સક્ષમ કરે છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે SFDR પરીક્ષણ સફળ રહ્યું હતું અને જટીલ મિસાઈલ પ્રણાલીમાં સામેલ તમામ મહત્વપૂર્ણ ઘટકોએ વિશ્વસનીય કામગીરી બજાવી હતી.
તેમાં કહેવામાં આવ્યું છે કે ટેલિમેટ્રી, રડાર અને ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ જેવા અનેક સાધનો દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા દ્વારા સિસ્ટમની સચોટ કામગીરીની પુષ્ટિ કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે SFDRને સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા, હૈદરાબાદ દ્વારા અન્ય DRDO પ્રયોગશાળાઓ જેમ કે સંશોધન કેન્દ્ર ઈમારત, હૈદરાબાદ અને ઉચ્ચ ઊર્જા સામગ્રી સંશોધન પ્રયોગશાળા, પૂણેના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે SFDRના સફળ પરીક્ષણ માટે DRDOને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તેને દેશમાં નિર્ણાયક મિસાઈલ ટેકનોલોજીના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું. સિસ્ટમની ડિઝાઈન, વિકાસ અને પરીક્ષણમાં સામેલ ટીમની પ્રશંસા કરતા DRDOના અધ્યક્ષ જી સતીશ રેડ્ડીએ જણાવ્યું હતું કે SFDRના સફળ પરીક્ષણ પછી હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલોની શ્રેણી વધારી શકાય છે.
ગયા મહિને 30 માર્ચે, ભારતે ઓડિશાના કિનારે બે વધુ મધ્યમ રેન્જની જમીનથી હવામાં પ્રહાર કરનાર મિસાઈલોનું પરીક્ષણ કર્યું હતું. ડીઆરડીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે બપોર પહેલા ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ લોન્ચ પેડ-3 પરથી સરફેસ ટુ એર મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Surat: પોલીસ કમિશનરે રજૂઆત સાંભળીને એક વૃદ્ધને કરી મદદ, એક કીંમતી બેગ સીસીટીવીના આધારે પરત કરાવી