BSF એ પાકિસ્તાનને મોકલ્યો સંદેશ, કહ્યું સીમાપારથી દાણચોરી બંધ કરો

|

Jun 06, 2021 | 6:29 PM

ભારતની બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ શનિવારે પાકિસ્તાન(Pakistan)ને એક મજબૂત વિરોધ નોંધ મોકલીને તેના નાગરિકો દ્વારા સીમાપારથી કરવામાં આવતી દાણચોરીની ઘટનાઓની તપાસ કરવા જણાવ્યું છે. છેલ્લા બે દિવસ પહેલા બીએસએફ દ્વારા પાકિસ્તાન(Pakistan)ના શંકાસ્પદ તસ્કરો દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

BSF એ પાકિસ્તાનને મોકલ્યો સંદેશ, કહ્યું સીમાપારથી  દાણચોરી બંધ કરો
BSF એ પાકિસ્તાનને મોકલ્યો સંદેશ

Follow us on

ભારતની બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ શનિવારે પાકિસ્તાન(Pakistan)ને એક મજબૂત વિરોધ નોંધ મોકલીને તેના નાગરિકો દ્વારા સીમાપારથી કરવામાં આવતી દાણચોરીની ઘટનાઓની તપાસ કરવા જણાવ્યું છે. છેલ્લા બે દિવસ પહેલા બીએસએફ દ્વારા પાકિસ્તાન(Pakistan)ના શંકાસ્પદ તસ્કરો દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બોર્ડર (આઈબી) પર 200 કિલો હેરોઇન(ડ્રગ્સ) જપ્ત કરવામાં આવ્યું હતું. જેની કિંમત બસો કરોડ રૂપિયાથી વધુ છે જે રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં મળી આવ્યું હતું.

વિરોધ નોંધ કંપની કમાન્ડર કક્ષાની બેઠકમાં આપવામાં આવી

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બીએસએફ(BSF)ના રાજસ્થાન ફ્રન્ટીયરના વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, “અમે શનિવારે સાંજે બીકાનેર સેક્ટરની ઝીરો લાઇન પર પાક રેન્જર્સ સાથે ફ્લેગ મીટિંગમાં વિરોધ નોંધ આપી છે. પાક રેન્જર્સના પ્રતિસાદ બાદ આગળની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે.તેમણે કહ્યું, ઉરી હુમલા બાદ સમકક્ષ ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક બંધ થઈ ગયો છે. આ વિરોધ નોંધ કંપની કમાન્ડર કક્ષાની બેઠકમાં આપવામાં આવી હતી.

દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા

શનિવારે રાજસ્થાન ફ્રન્ટીયર ઈન્સ્પેક્ટર જનરલ પંકજ ગુમારે બિકાનેર સાથેની આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લીધી હતી. તેમણે સૈનિક સંમેલનને પણ સંબોધન કર્યું હતું. ઇન્સ્પેક્ટર જનરલે આ દળની ઇન્ટેલિજન્સ વિંગ અને બટાલિયન અધિકારીઓની પ્રશંસા કરી હતી જેમણે દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા.

તસ્કરોને ભાગવાની ફરજ પડી હતી

બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે બીએસએફ(BSF)ને સરહદ પર શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી. જેના પગલે ચેતવણી આપતા સેટ્રી દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી. તેથી તસ્કરોને ભાગવાની ફરજ પડી હતી. આ ઘટના બાદની શોધખોળ દરમિયાન આશરે 56 કિલો વજનના શંકાસ્પદ હેરોઇન(ડ્રગ્સ) ના 54 પેકેટ મળી આવ્યા હતા.

Published On - 6:27 pm, Sun, 6 June 21

Next Article