
દેશભરમાં આગામી 9 જૂલાઈએ હડતાળનું એલાન આપવામાં આવ્યુ છે. ટ્રેડ યુનિયનોનું કહેવુ છે કે દેશભરમાં મજૂરોના અધિકારોનું દમન થઈ રહ્યુ છે. સાથે જ કેન્દ્ર સરકારની આર્થિક નીતિ પણ ઠીક નથી. તેની વિરુદ્ધ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આગામી 9 જૂલાઈએ દેશભરમાં હડતાળનું આહ્વાન આપ્યુ છે. તેના સમર્થનમાં મજદૂર સંગઠનો, કિસાન સંગઠનો અને મહાગઠબંધનના સાથી દળો સામે આવ્યા છે. હવે બેંક કર્મચારીઓનું એક સંગઠને પણ જણાવ્યુ છે કે તેઓ પણ આ હડતાળમાં સામેલ થશે. જો એવુ થયુ તો આગામી બુધવારે દેશમાં બેંકિંગ સુવિધાઓ બંધ રહી શકે છે.
બંગાળ પ્રોવિંશ્યિલ બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન જે AIBEA સાથે જોડાયેલુ છે, તેમણે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ છે કે AIBEA, AIBOA અને BEFI જેવા બેંકિંગ સેક્ટરના ટ્રેડ યુનિયનોએ બુધવારની દેશવ્યાપી હડતાળમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે.
એસોસિએશને એક નિવેદનમાં એ પણ કહ્યુ છે કે વીમા ક્ષેત્ર (insurance sector) એ પણ હડતાળમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. સંગઠનના જણાવ્યા અનુસાર, બેંકિંગ અને અન્ય નાણાકીય ક્ષેત્રોમાં હડતાળ સંપૂર્ણપણે સફળ રહેશે.
બેંક કર્મચારીઓના યુનિયને દાવો કર્યો છે કે આ હડતાળમાં દેશભરના 15 કરોડથી વધુ કર્મચારીઓ સામેલ થશે. તેઓ સરકારની ‘પ્રો-કોર્પોરેટ આર્થિક સુધારા અને એન્ટી લેબર નીતિઓ’ નો વિરોધ કરશે. તેનો અર્થ એ છે કે કર્મચારીઓ સરકારની એ નીતિઓથી નારાજ છે જે કંપનીઓને તો ફાયદો પહોંચાડે છે પરંતુ શ્રમિકોની વિરુદ્ધ છે. કર્મચારી સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે.
Published On - 9:36 pm, Mon, 7 July 25