Independence Day : શું તમે જાણો છો કે દેશના કયા ભાગમાં આજે 18 ઓગસ્ટના રોજ થાય છે સ્વતંત્રતા દિવસની ઉજવણી ?

|

Aug 18, 2021 | 4:14 PM

આ વિસ્તારોમાં દર વર્ષે 18 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એક મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે.

Independence Day : શું તમે જાણો છો કે દેશના કયા ભાગમાં આજે 18 ઓગસ્ટના રોજ થાય છે સ્વતંત્રતા દિવસની ઉજવણી ?
Independence Day

Follow us on

સમગ્ર ભારતમાં 15 ઓગસ્ટ રવીવારના રોજ દેશના 75માં સ્વતંત્રતા દિવસ (Independence Day) ની ઉજવણી કરવામાં આવી. સાથે જ જોરશોરથી વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામા આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

પરંતુ શું તમે જાણો છો કે દેશના કેટલાક ગામો એવા પણ છે, જ્યાં સ્વતંત્રતા દિવસ (Independence Day) ની ઉજવણી 18 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે. 18 ઓગસ્ટના દિવસે એક મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે અને ગ્રામ લોકો આનંદ ઉલ્લાસથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. તો આવો જાણીએ એ ગામો વિશે વિગતે.

બાંગ્લાદેશની સરહદે પશ્ચિમ બંગાળના ઘણા ગામો દર વર્ષની જેમ, 18 ઓગસ્ટ બુધવારે સ્વતંત્રતા દિવસ (Independence Day) ની ઉજવણી કરી શકે છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના નાદિયાના કેટલાક વિસ્તારો એવા વિસ્તારોમાં રહ્યા છે કે જે આઝાદી દરમિયાન વિવાદમાં રહ્યા હતા. તેના લીધે તેઓ સમગ્ર દેશના બે દિવસ પછી સત્તાવાર રીતે 18 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ વિસ્તારોમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ (Independence Day)ની ઉજવણી કરવામાં આવે છે, જોકે આ ઉજવણીઓ સાથે કોઈ સરકારી જોડાણ નથી. આ પરંપરા શરૂ થઈ કારણ કે ભાગલા દરમિયાન બંગાળના ઘણા સરહદી વિસ્તારો વિવાદિત હતા. દાખલા તરીકે, Bongaon 15 ઓગસ્ટ, 1947 પછી બે દિવસ માટે પૂર્વ પાકિસ્તાન (Pakistan)નો એક ભાગ હતો, જ્યારે ભારતને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું. Bongaon ઉપરાંત, નાદિયા જિલ્લાના અન્ય નગરો – રાણાઘાટ અને કૃષ્ણનગર પણ દર વર્ષે 18 ઓગસ્ટે તિરંગો ફરકાવવા માટે જાણીતા છે.

બીજી ત્રણ વસાહતો નાદિયા જિલ્લામાંથી મેહરપુર, ચુઆદાનગા અને કુશ્તીયા હવે બાંગ્લાદેશ (west Bengal)નો એક ભાગ છે. ઈતિહાસિક રેકોર્ડ (Historic Records) મુજબ, નાદિયા જિલ્લામાં જે હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારો હતા, તેમના બાંગ્લાદેશમાં સમાવેશ સામે વિરોધ કરવામાં આવ્યો હતો. 17 ઓગસ્ટ, 1947 ની રાતે તે વિસ્તારોને ભારતનો ભાગ જાહેર કરવામાં આવ્યા હતા.

એક અધિકારીએ અગાઉના આવી એક ઉજવણીના પ્રસંગ દરમિયાન ન્યૂઝ એજન્સી IANS ને જણાવ્યું હતું કે,”રાણાઘાટ શહેરમાં દર વર્ષે 18 ઓગસ્ટના રોજ એક મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે અને નજીકના ગામોમાં અન્ય નાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેટલાક વિવાદોને કારણે નાદિયાના મોટા ભાગને શરૂઆતમાં પૂર્વ પાકિસ્તાનનો ભાગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને ભારતીય મુખ્ય ભૂમિમાં સામેલ કરવામાં આવ્યો હતો.”

 

આ પણ વાંચો : તાલિબાનના ડરથી ભાગી ગયેલા અફઘાન શરણાર્થીઓને જગ્યા નથી આપી રહ્યું ઉઝબેકિસ્તાન, વિઝા આપવાનો ઇનકાર

આ પણ વાંચો : ગુજરાત BJPના ભીખુ દલસાણીયાને મોટી જવાબદારી સોંપાઈ, બિહાર BJPના સંગઠન મહામંત્રી બનાવાયા

Next Article