Independence Day Celebration 2026 Live : સપ્તધારાની સાત શક્તિ વડે ભારત વિશ્વમાં મોખરે રહેશેઃ PM મોદી

Independence Day 2026 Live Updates in Gujarati : આજે દેશ 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. દેશની રાજધાની દિલ્લીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે. જ્યારે વિવિધ રાજ્યોમાં મુખ્ય પ્રધાન પણ રાજ્ય સ્તરીય કાર્યક્રમ દરમિયાન ત્રિરંગાને સલામી આપશે.

Independence Day Celebration 2026 Live : સપ્તધારાની સાત શક્તિ વડે ભારત વિશ્વમાં મોખરે રહેશેઃ PM મોદી
| Updated on: Aug 15, 2026 | 8:39 AM

LIVE NEWS & UPDATES

  • 15 Aug 2026 08:39 AM (IST)

    Independence Day 2026 : મધ્યમવર્ગના લોકોને વિભિન્ન પરીક્ષા માટે ફ્રિ ઓનલાઈન કોચીગ આપવામાં આવશે

    મધ્યમવર્ગ માટે કોચીગ ક્લાસ એક જરૂરીયાત બની ચૂકી છે. પરિવાર પર આર્થિક બોજ ના આવે તે માટે વિભિન્ન પરીક્ષા માટે ફ્રિ ઓનલાઈન કોચીગ આપવાનું નક્કી કર્યું છે. તેના માટે નેટવર્ક ઊભુ કરાશે. જે ખેલે તે ખીલે એ વાત હુ હંમેશા કરતો આવ્યો છું. ખેલના પોડીયમમાં ભારતનો ઝંડો દેખાય છે. વિવિધ સ્પર્ધાને લઈને ઓલમ્પિક માટે દાવેદાર બનીને ઉભરી રહ્યાં છે. આશરે 40 પ્રકારની રમત હોય છે. સવા ત્રણસો પ્રકારની રમતમાં ભારત ભાગ નથી લેતુ 2036માં જે રમતમાં ભારત રમતુ નથી, ક્લોવિફાય નથી થતુ તે ક્ષેત્રે પહોચવા માટે ભારત પ્રયાસ કરશે. 2036 માટે આજથી જ કામગીરી કરવામાં આવી રહી છે. 5થી 15 વર્ષના રમતવીરોને શોધવા ગામે ગામ ટેલેન્ટહંટ હાથ ધરવામાં આવશે.

  • 15 Aug 2026 08:34 AM (IST)

    Independence Day 2026 : ભારતના 1 કરોડ યુવાનોને, આગામી એક વર્ષમાં AI ટ્રેનિગ આપવામાં આવશે

    વિદેશની યુનિવર્સિટીઓ પણ હવે ભારતમાં આવશે.  વિદેશી યુનિવર્સિટીમાં ભણવાનું ભારતીય વિદ્યાર્થીઓનું સ્વપ્ન સાકાર થશે. સરકારે આ દિશામાં કામ કર્યું છે. આગામી દિવસોમાં એક વર્ષમાં 1 કરોડ યુવાઓને એઆઈ સ્કીલ માટે ટ્રેનિગ આપવામાં આવશે. દુનિયામાં નેતૃત્વ કરવાનું સામાર્થ્ય છે. બાયો ઈકોનોમીનુ એક ઉભરતું ક્ષેત્ર છે. દેશની યુવા શક્તિએ સામાર્થ્ય દાખવ્યું છે. 20 લાખ કરોડે પહોચી ચૂકી છે. 2009-10માં દોઢ લાખ ઈલેક્ટ્રીક વ્હિકલ વેચાણ થયુ. 25-26માં 25 લાખ ઈલેક્ટ્રીક વ્હિકલનું વેચાણ થયું છે.


  • 15 Aug 2026 08:27 AM (IST)

    Independence Day 2026 : વૈશ્વિક નિર્ણાયક તરીકે ભારતે સ્થાન મેળવવુ પડશે

    PM મોદી એ દેશને સંબોધન કરતા કહ્યું કે,  ફોરચ્યુન 400માં ભારતની 50 કંપનીઓ કેમ ના હોય. વિશ્વની ટોચની બેંકમાં ભારતની પણ બેંકનો સમાવેશ થવો જોઈએ. વિશ્વના ફાર્મા કંપનીઓમાં ભારતની પાંચ-સાત કંપનીઓ હોવી જોઈએ. ગ્લોબલ નિર્ણાયકમાં ભારત હોવું જોઈએ. ભારત શિરમોર હોવું જોઈએ.

  • 15 Aug 2026 08:24 AM (IST)

    Independence Day 2026 : સપ્તધારાની સાત શક્તિ વડે ભારત વિશ્વમાં મોખરે રહેશેઃ PM મોદી

    Independence Day PM Modi Speech :  મેન્યુફેકચરીગ ક્ષેત્ર. વૈશ્વિક માપદંડથી ખરા ઉતરવું પડશે. ગ્લોબર માર્કેટમાં વિશ્વસનીયતા અને ગુણવત્તાના આધાર પર હોવી જોઈશે.  સપ્તધારાની બીજી શક્તિ છે. ફુડ પ્રોસેસિગ. ખેડૂતો માટે વૈશ્વિક બજાર ખુલી ગયું છે. ખેતરથી એક્સપોર્ટ માર્કેટ સુધી પહોચવું પડશે. ગ્લોબલ બ્રાન્ડ બનવું પડશે. કેમિકલ ફ્રિ ખેતી વડે વિશ્વમાં પહોચવું પડશે. ટેકનોલોજી ઈનોવેશન એ ત્રીજી શક્તિ છે. નેક્સ્ટ જનરેશન વિશ્વમાં લીડ કરવા તૈયાર છે. ગતી શક્તિ એ ચોથી શક્તિ છે. મોર્ડન હાઈવે, એરપોર્ટ, મલ્ટી મોડલ લોજીસ્ટોક સવલત જોઈએ. રક્ષા શક્તિ આપણી ડિફેન્સમાં આત્મનિર્ભર રહેવાની વિશ્વે અનુભવ્યું છે. વિશ્વ માટે ભારત બજાર બનીને નહીં, આત્મનિર્ભર બનીને ગ્લોબલ સપ્લાયર બનવું પડશે. હાઈપર સોનિક ટેકનોલોજીમાં અગ્ર થવું પડશે. ગ્રીન ઈકોનોમી-બ્લયુ ઈકોનોમી આ છઠ્ઠી શક્તિ છે. દુનિયામાં ગ્લોબલ વોર્મિગની ચર્ચા કરે છે ત્યારે આપણે રસ્તો શોધી રહ્યાં છીએ. આપણે વિશ્વને ગ્લોબલ વોર્મિગથી બચવાનો રસ્તો દર્શાવ્યો છે. સપ્તધારાની સાતમી શક્તિ સોફ્ટ પાવરની તાકાત વિશ્વે જોઈ છે. યોગ દુનિયા માટે તાકાત બની છે. આર્યુવેદ ભારત પાસે છે. આપણા સામાર્થ્યને લઈને વિશ્વ સમક્ષ જઈ શકિએ છીએ.

  • 15 Aug 2026 08:15 AM (IST)

    Independence Day 2026 : 5-7 દશકમાં નથી થયુ તે 5-7 વર્ષમાં કરવા શક્તિની સપ્તધારાનું આહવાન કરુ છું

    Independence Day PM Modi Speech : લાલ કિલ્લાના પ્રાચીર પરથી દેશને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે,  જે કામ 5-6 દશકમાં નથી થયા તે કામ 5-7 વર્ષમાં કરવા છે. આના માટે મને દેશવાસીઓ પર ભરોષો છે. સપ્ત સિંધુના નામે આપણે ભારતના સામર્થ્ય ઓળખતું હતું. શક્તિની સપ્તધારાનું આહવાન કરુ છુ..

  • 15 Aug 2026 08:12 AM (IST)

    Independence Day 2026 : આજે દુનિયા ભારતના સામર્થ્યને સારી રીતે ઓળખતું થયું છે, આ મોકાનો લાભ લઈ વિશ્વમાં ભારતીય ઉત્પાદન પહોચાડવું છે

    Independence Day PM Modi Speech : વડાપ્રધાન મોદીએ કહ્યું કે,  દુનિયા ભારતના સામર્થ્યને ઓળખી રહ્યું છે. 2014 બાદ એફટીએ વધી રહ્યાં છે. આ મોકાને છોડવો નથી. દુનિયામાં ભારતની ઉત્પાદિત કરેલ ચીજવસ્તુને પહોચાડવી છે. વૈશ્વિક પેરામિટરને પાર કરવું છે. દુનિયામાં જે મળે છે તેનાથી શ્રેષ્ઠ આપવું પડશે. લુધિયાણાથી તામિલનાડુના ટેક્સટાઈલ ક્ષેત્ર વિશ્વમાં પહોચી શકશે. ઝિંગા વિશ્વના દેશમાં પહોચી શકશે.

  • 15 Aug 2026 08:07 AM (IST)

    Independence Day 2026 : વિપક્ષનું નામ લીધા વિના મોદીએ કહ્યું, ભવિષ્યવેતાઓએ કોરોના-યુદ્ધના સમયે દેશવાસીઓેને ભયભીત કર્યા હતા

    2047 ના લક્ષ્યને પાર કરવા દેશ મહેનત કરી રહ્યો છે. એક પછી એક સોપાન સિદ્ધ કરી રહ્યા છીએ. વડાપ્રધાન મોદીએ રાજકીય કટાક્ષ કરતા વિપક્ષનું નામ લીધી વિના કહ્યું કે,  કોરોના, યુદ્ધ જેવી વૈશ્વિક સમસ્યાને લઈને ભવિષ્યવેતાએ દેશને ભયભીત કરવા, ચિંતા કરાવે તેવી વાત કરતા હતા. અફવા ફેલાવીને ભયભીત કરતા, ચિંતા કરી દેતા કરવામાં આનંદ આવતો હતો. નાગરિક દેવો ભવ ના મંત્ર સાથે કામ કરવામાં સંકટ ટળ્યું

  • 15 Aug 2026 07:57 AM (IST)

    Independence Day PM Modi Speech : 2047 સુધીમાં 100 ગીગાવોટ ન્યુક્લિયર ઊર્જા ઉત્પન્ન કરાશે

    2047 સુધી 100 ગીગાવોટ ન્યુક્લિયર ઊર્જા ઉત્પન્ન કરાશે તેના માટે ન્યુક્લિયર રિએકટર પ્લાન્ટ શરૂ કરાશે. આ માટે સંસદમાં શાંતિપ્રિય ઉપયોગનો ઠરાવ પણ કર્યો છે.

  • 15 Aug 2026 07:55 AM (IST)

    Independence Day PM Modi Speech : આવનારા વર્ષમાં બીજા 5 થી 8 સેમિકન્કટરના પ્લાન્ટ ધમધમતા થશે

    આત્મ નિર્ભર ભારત અંતર્ગત સેમી કન્ડકટરના 3 પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યા છે. આવનારા વર્ષમાં બીજા 5થી 8 સેમિકન્કટરના પ્લાન્ટ ધમધમતા થઈ જશે.

  • 15 Aug 2026 07:53 AM (IST)

    Independence Day PM Modi Speech : આત્મનિર્ભર ભારત માટે મેક ઈન ઈન્ડિયા, લોકલ ફોર વોકલને પ્રાધાન્ય

    Independence Day PM Modi Speech : ભારતને બીજા દેશ પર નિર્ભર રહેવુ નથી. આત્મ નિર્ભર થવુ પડશે તેમ નક્કી કરીને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ બહુ દ્રઢતા પૂર્વક લઈને આગળ વધી રહ્યાં છીએ. મેક ઈન ઈન્ડિયા, લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપી રહ્યાં છે.

  • 15 Aug 2026 07:48 AM (IST)

    Independence Day PM Modi Speech : છેલ્લા 12 વર્ષમાં 25 કરોડ લોકોએ ગરીબી પાર કરી : PM મોદી

    Independence Day PM Modi Speech : છેલ્લા 12 વર્ષમાં 25 કરોડ લોકોs ગરીબી પાર કરીને બહાર નિકળ્યા છે. 2014 સુધી આવતા આવતા વિશ્વે ડમ્પ કરી દીધા હતા. છેલ્લા 12 વર્ષમાં દેશે નવી રફતાર પકડી છે. 140 કરોડ લોકોના સંકલ્પને રોકવો નામુમકીન છે. ડિફેન્સ પ્રોડક્ટ 4 ગણુ. ખાદી 5 ગણી, રેલવે કોચનું નિર્માણ 21 ગણુ. મોબાઈલનું ઉત્પાદન 33 ટકા વધ્યું. ઈન્ટરનેટ યુઝર્સ 4 ગણુ વધ્યું છે.

  • 15 Aug 2026 07:45 AM (IST)

    Independence Day PM Modi Speech : 2047માં વિકસીત ભારત બનાવીને રહીશું : PM મોદી

    Independence Day PM Modi Speech : આઝાદી દિવસે દેશને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઈ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે, ત્યારે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. પોતાના સ્વપ્ન, સિદ્ધિ અને સામર્થ્ય પર આગળ વધે છે. હવે નાના સ્વપ્નથી ચાલે તેમ નથી. મોટા સ્વપ્ન આપણી વિચારને વિસ્તૃત કરે છે. સ્વપ્ન, સંકલ્પ ઊચા હોય ત્યારે સામાર્થ્ય પણ ઉચુ હોય છે. ભારતે એક સ્વપ્ન જોયું છે. નવી ઉચાઈને સ્પર્શવાનુ સ્વપ્ન છે. 2047માં વિકસીત ભારત બનાવીને રહીશું

  • 15 Aug 2026 07:41 AM (IST)

    Independence Day PM Modi Speech : આઝાદી બાદ પહેલીવાર લાલ કિલ્લા પર વંદેમાતરમ ગુંજ્યું

    સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશ આજે એ મહાન સપુતને યાદ કરે છે જેમણે ત્યાગ અને બલિદાનની પરીકાષ્ઠા હતી. આઝાદીનું એકમાત્ર લક્ષ્ય લઈને આખી જીંદગી ખપાવી દીધી. પુજય બાપુ સહીત મહાન ક્રાતિકારીઓને શ્રદ્ધાપુર્વક નમન કર્યું. આઝાદી બાદ પહેલીવાર લાલ કિલ્લા પર વંદેમાતરમ ગુંજી રહ્યું છે.

  • 15 Aug 2026 07:38 AM (IST)

    Independence Day 2026 : લાલ કિલ્લાની પ્રાચીર પરથી 13મી વાર રાષ્ટ્રધ્વજ ફરકાવતા PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સતત 13મી વાર લાલ કિલ્લાની પ્રચીર પરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો.

  • 15 Aug 2026 07:33 AM (IST)

    આઝાદી પર્વે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પહેલી વાર ગવાયુ વંદેમાતરમ

    દેશના 80માં સ્વાતંત્રતા  પર્વે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં લાલ કિલ્લાની પ્રાચીર પરથી વંદે માતરમ ગાન ગવાયું હતું.

  • 15 Aug 2026 07:20 AM (IST)

    અમેરિકાના વિદેશ સચિવ રુબિયોએ ભારતના 80મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી

    ભારતના લોકોને દેશના 80મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવતા, અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના વ્યક્તિગત સંબંધોને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત બન્યા છે. એક નિવેદનમાં, રુબિયોએ જણાવ્યું હતું કે બંને દેશોના લોકો વચ્ચે મિત્રતા અને પારિવારિક સંબંધોના ઊંડા મૂળિયા એક એવી ભાગીદારીનો પાયો બનાવે છે જે નવીન, સ્થિતિસ્થાપક અને સ્વપ્નદ્રષ્ટા છે. “યુનાઇટેડ સ્ટેટ્સ વતી, હું ભારતના લોકોને તેમના સ્વતંત્રતા દિવસ પર હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું,”.

  • 15 Aug 2026 07:08 AM (IST)

    દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ: પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 80માં સ્વતંત્રતા દિવસની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમના શુભેચ્છા સંદેશમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, સ્વતંત્રતા દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. આપણે અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને કૃતજ્ઞતા સાથે યાદ કરીએ છીએ જેમની હિંમત, બલિદાન અને અટલ સંકલ્પથી વસાહતી શાસનનો અંત આવ્યો. તેમના સપના આપણને ‘વિકસિત ભારત’ (વિકસિત ભારત) ના નિર્માણ માટે સાથે મળીને કામ કરવા પ્રેરણા આપે છે. 1.4 અબજ ભારતીયોની શક્તિથી પ્રેરિત, આપણું રાષ્ટ્ર વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આવનારા સમયમાં આ યાત્રા વધુ ઝડપી ગતિએ આગળ વધતી રહે એવી શુભેચ્છા.

Happy Independence Day 2026 Live Updates in gujarati :  સ્વતંત્રતા દિવસ 2026 ની શુભકામનાઓ લાઈવ અપડેટ્સ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (15 ઓગસ્ટ) દેશના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે સતત 13મી વખત ઐતિહાસિક લાલ કિલ્લાના પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે. ત્યારબાદ, તેઓ રાષ્ટ્રને સંબોધન કરશે. સમારોહ દરમિયાન લાલ કિલ્લા પર પહેલીવાર ‘વંદે માતરમ’ પણ ગાવામાં આવશે. 2014 માં વડાપ્રધાન પદ સંભાળ્યા પછી, પીએમ મોદી દર વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવતા હોય છે. વડાપ્રધાન દ્વારા કરવામાં આવતા ધ્વજવંદન સમારોહના રેકોર્ડમાં નરેન્દ્ર મોદી બીજા ક્રમાંકે છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ પંડિત જવાહરલાલ નહેરુએ, 17 વખત લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો હતો. સ્વતંત્રતા દિવસને લઈને તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો…

Published On - 7:07 am, Sat, 15 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.