નિત્યાનંદ રાયે રાજ્યસભામાં કાશ્મીરમાં માર્યા ગયેલા લઘુમતીઓ વિશે આપી માહિતી, જાણો વર્ષ 2021માં કેટલા લોકો માર્યા ગયા

|

Apr 06, 2022 | 5:18 PM

Union minister Nityanand Rai: રાજ્યસભામાં કાશ્મીરના મુદ્દા પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કાશ્મીરમાં માર્યા ગયેલા લઘુમતીઓ વિશે માહિતી આપી. કેન્દ્રીય રાજ્ય મંત્રીએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017માં જમ્મુ અને કાશ્મીરમાં લઘુમતી સમુદાયના કુલ 11 લોકોની હત્યા કરવામાં આવી હતી.

નિત્યાનંદ રાયે રાજ્યસભામાં કાશ્મીરમાં માર્યા ગયેલા લઘુમતીઓ વિશે આપી માહિતી, જાણો વર્ષ 2021માં કેટલા લોકો માર્યા ગયા

Follow us on

રાજ્યસભામાં કાશ્મીરના (Kashmir) મુદ્દા પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે (Union minister Nityanand Rai) કાશ્મીરમાં માર્યા ગયેલા લઘુમતીઓ વિશે માહિતી આપી. કેન્દ્રીય રાજ્ય મંત્રીએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017માં જમ્મુ અને કાશ્મીરમાં લઘુમતી સમુદાયના કુલ 11 લોકોની હત્યા કરવામાં આવી હતી જ્યારે વર્ષ 2018માં આ સમુદાયના 3 લોકોની હત્યા કરવામાં આવી હતી. 2019માં 6, 2020માં 3 અને 2021માં 11 લોકોની હત્યા થઈ હતી.

આ પહેલા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે, વિઝાની મુદત પૂરી થયા પછી પણ ગયા વર્ષે 25,000 થી વધુ વિદેશી નાગરિકો ભારતમાં રોકાયા હતા. રાયે કહ્યું કે, 2019 અને 2020 ની તુલનામાં, 2021 માં 25143 વિદેશીઓ દેશમાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, વર્ષ 2019 અને 2020 માં અનુક્રમે 54,576 અને 40,239 વિદેશી નાગરિકો દેશમાં સ્થળાંતર થયા હતા. વાસ્તવમાં, રાયે શાસક ભારતીય જનતા પાર્ટીના સભ્ય પરવેશ વર્માના ભારતમાં રહેતા વિદેશીઓ અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું, 2019 પહેલા અને 31 ડિસેમ્બર, 2021 સુધી ભારતમાં રહેતા વિદેશીઓની કુલ સંખ્યા 3,93,431 છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

‘બુચામાં થયેલી હત્યાઓની અમે સખત નિંદા કરીએ છીએ’

આ પહેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભામાં યુક્રેન પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. નિયમ 193 હેઠળ, યુક્રેનની સ્થિતિ પર લોકસભામાં ચર્ચા કરવામાં આવી હતી, જેની સૂચના RSP સાંસદ એનકે પ્રેમચંદ્રન અને કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ આપી હતી. યુક્રેનની સ્થિતિ પર ચર્ચાનો જવાબ આપતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ભારત શાંતિના પક્ષમાં છે. તેમણે કહ્યું કે, અમે તમામ પ્રકારની હિંસા વિરુદ્ધ છીએ. યુક્રેનના બુચા શહેરમાં બનેલી ઘટનાની માહિતીથી અમે વ્યથિત છીએ અને તેની સખત નિંદા કરીએ છીએ. તેની સ્વતંત્ર તપાસ થવી જોઈએ.

તેમણે કહ્યું કે, લોહી વહેવડાવીને અને નિર્દોષ જીવોના ભોગે કોઈ ઉકેલ શોધી શકાતો નથી. સંવાદ અને મુત્સદ્દીગીરી એ કોઈપણ વિવાદનો સાચો જવાબ છે. લોકસભામાં વિદેશ મંત્રીએ કહ્યું કે, ઘણા સાંસદોએ બુચાની ઘટનાને ઉઠાવી. અહેવાલોથી અમને ખૂબ જ દુઃખ થયું છે. અમે ત્યાં થયેલી હત્યાઓની સખત નિંદા કરીએ છીએ. આ એક ખૂબ જ ગંભીર બાબત છે, અમે સ્વતંત્ર તપાસના કોલને સમર્થન આપીએ છીએ.

આ પણ વાંચો: UPSC Success Story: રિતિકાએ 22 વર્ષની ઉંમરે UPSC પાસ કરી, તેના બીમાર પિતાની સંભાળ રાખવા સાથે કરી તૈયારી

આ પણ વાંચો: FSSAI Answer Key 2021-22: ફૂડ એનાલિસ્ટ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી પરીક્ષાની આન્સર કી થઈ જાહેર, આ રીતે કરો ચેક

Next Article