દેશમાં 18 વર્ષથી ઉપરના 25 ટકા લોકોને અપાઈ ગયા કોરોના વેક્સિનના બંને ડોઝ, આ 6 રાજ્યોમાં દરેકને મળી ગયો પહેલો ડોઝ

|

Sep 30, 2021 | 7:59 PM

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં ઓક્ટોબર મહિનામાં 27-28 કરોડ વેક્સિન ડોઝ ઉપલબ્ધ હશે. જેમાં ઝાયડસ અને બાયોલોજીકલ માટે કોઈ રસી નથી.

દેશમાં 18 વર્ષથી ઉપરના 25 ટકા લોકોને અપાઈ ગયા કોરોના વેક્સિનના બંને ડોઝ, આ 6 રાજ્યોમાં દરેકને મળી ગયો પહેલો ડોઝ
file photo

Follow us on

કોરોના વાઈરસ (Corona Virus) સામે ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં (vaccination campaign) ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના 25 ટકા લોકોને કોરોના રસીના બંને ડોઝ અપાઈ ગયા છે.

 

જ્યારે બીજી બાજુ 6 રાજ્યોમાં દરેકને પ્રથમ ડોઝ મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 10 રાજ્યોમાં 80 ટકા, 15 રાજ્યોમાં 60થી 80 ટકા, જ્યારે 7 રાજ્યોમાં 60 ટકાથી ઓછા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. જે બાદ શહેરી વિસ્તારમાં કુલ 26.95 કરોડ લોકોને અને ગ્રામીણ વિસ્તારમાં 49.31 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

જ્યારે હેલ્થ કેર વર્કરમાં પહેલા ડોઝની તુલનાએ બીજો ડોઝ ઓછાં લોકોને લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડો.બલરામ ભાર્ગવે બૂસ્ટર ડોઝનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હાલમાં બૂસ્ટર ડોઝ પર કોઈ વિચારણા કરવામાં આવશે નહીં. પહેલા બધા લોકોને બંને ડોઝ આપવા એ ભારતની પ્રાથમિકતા છે. આપને જણાવી દઈએ કે પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં ઓક્ટોબર મહિનામાં 27-28 કરોડ વેક્સીન ડોઝ ઉપલબ્ધ હશે. જેમા ઝાયડસ અને બાયોલોજીકલ ઇ માટે કોઈ રસી નથી.

 

કેરળમાં સૌથી વધુ કેસ

બીજી બાજુ, જો આપણે દેશમાં કોરોના કેસ વિશે વાત કરીએ તો કેરળમાં સૌથી વધુ 1,44,000 સક્રિય કેસ છે. જે દેશમાં કુલ સક્રિય કેસોના 52% છે. મહારાષ્ટ્રમાં 40,000 સક્રિય કેસ છે, તમિલનાડુ 17,000, મિઝોરમ 16,800, કર્ણાટક 12,000 અને આંધ્રપ્રદેશમાં 11,000થી વધુ સક્રિય કેસ છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ માહિતી આપી છે.

 

દેશમાં આટલો થયો રિકવરી રેટ 

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આગળ જણાવ્યું હતું કે ભારતમાં 18 જિલ્લાઓમાં 5%થી 10% વચ્ચે વિકલી પોઝીટીવીટી જણાય રહી  છે. રાજેશ ભૂષણે કહ્યું કે ભલે કેરળમાં કોરોના કેસોની સંપૂર્ણ સંખ્યા ઘટી રહી છે, પરંતુ તે દેશમાં કુલ કેસોમાં મોટી સંખ્યામાં ફાળો આપે છે.

 

તે જ સમયે, સમગ્ર દેશમાં સક્રિય કેસ ઘટી રહ્યા છે. રિકવરી રેટ વધી રહ્યો છે. દેશમાં રિકવરી રેટ 98%ની આસપાસ છે. ગયા અઠવાડિયે, કુલ કોરોના કેસમાંથી 59.66% કેરળમાંથી નોંધાયા હતા. તે જ સમયે, 5 રાજ્યોમાંથી 10 હજારથી 50 હજારની વચ્ચે, 30 રાજ્યોમાંથી 10 હજારથી ઓછા કોરોના કેસ નોંધાયા છે. સતત 13 અઠવાડિયા માટે સાપ્તાહિક હકારાત્મકતા દર 3% કરતા ઓછો છે.

 

ઉલ્લેખનીય છે કે નિષ્ણાંતો દ્વારા ત્રીજી લહેર સતત આગાહી કરવામાં આવી રહી છે. સરકાર પણ આ ચેતવણીને લઈને ગંભીર છે. ત્રીજી લહેરને રોકવા માટે રસીકરણ જ એકમાત્ર હથિયાર છે. જેથી સરકારા રસી કરણ અભિયાનને ઝડપી બનાવવા પર ભાર મુકી રહી છે.

 

આ પણ વાંચો :  Pakistan Terrorist Module: મહારાષ્ટ્ર ATS એ શંકાસ્પદ આતંકવાદીની કરી ધરપકડ, દેશમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું હતું ષડયંત્ર

 

Next Article