PM મોદી આજે કરશે ‘મનની વાત’, 93મો એપિસોડ થશે રિલિઝ

|

Sep 25, 2022 | 8:33 AM

ઓલ ઈન્ડિયા રેડિયો ઉપરાંત, મન કી બાતનું દૂરદર્શન સમાચાર, વડાપ્રધાન કાર્યાલય (PMO) અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની YouTube ચેનલો પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી નવરાત્રિમાં શક્તિની આરાધના સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરે તેવી શક્યતા લાગી રહી છે.

PM મોદી આજે કરશે મનની વાત, 93મો એપિસોડ થશે રિલિઝ
PM Modi Mann Ki Baat
Image Credit source: File Photo

Follow us on

મન કી બાતના  (Mann ki baat ) માસિક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) આજે દેશવાસીઓ સાથે ‘મન કી બાત’ કરશે. ‘મન કી બાત’નો આ 93મો એપિસોડ હશે. PM મોદી આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કરશે. મન કી બાતનો પ્રથમ એપિસોડ 2014માં ઓન એર થયો હતો. ત્યારથી આ કાર્યક્રમ મહિનાના દરેક છેલ્લા રવિવારે પ્રસારિત કરવામાં આવે છે અને પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓની પરીક્ષાથી માંડીને દેશે પ્રાપ્ત કરેલી સિદ્ધી સહિતના વિવિધ મુદ્દાઓને આ કાર્યક્રમમાં આવરી લે છે.

વડાપ્રધાન મોદીએ સત્તામાં આવ્યા બાદ કરી હતી આ ખાસ કાર્યક્રમની શરૂઆત

ઓલ ઈન્ડિયા રેડિયો ઉપરાંત, મન કી બાતનું દૂરદર્શન સમાચાર, વડાપ્રધાન કાર્યાલય (PMO) અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની YouTube ચેનલો પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. મન કી બાત કાર્યક્રમમાં પ્રધઆનમંત્રી મોદી નવરાત્રીમાં શક્તિની આરાધના સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરે તેવી શક્યતા લાગી રહી છે. આ સિવાય તમને ઓલ ઈન્ડિયા રેડિયો અને પીએમઓના ટ્વિટર હેન્ડલ પર પણ અપડેટ્સ મળશે. તમને તેના અપડેટ્સ મન કી બાત અપડેટ્સ ટ્વિટર હેન્ડલ પર પણ મળશે. આજે મન કી બાતની 93મી આવૃત્તિ છે. ગયા મહિનાની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં તેમની સંસ્કૃતિ, જળ સંરક્ષણ જેવા મુદ્દાઓ પર વાત કરી હતી.

વિવિધ  પ્લેટફોર્મ પરથી સાંભળી શકાય છે મન કી બાત કાર્યક્રમ

મન કી બાતનાના ઓગસ્ટ મહિનામાં રજૂ થયેલા એપિસોડમાં પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પહેલા આઝાદીના અમૃત મહોત્સવ અને ‘હર ઘર તિરંગા અભિયાન’ની સફળતા પર રાષ્ટ્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે “અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા દિવસના આ ખાસ અવસર પર અમે દેશની સામૂહિક શક્તિ જોઈ છે. એક ચેતના અનુભવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેમાં તેઓ દેશવાસીઓ સાથે જોડાઈને વિવિધ પ્રકારના મુદ્દાઓ પર વાત કરે છે. તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેસબુક પેજ પર જઈને પણ આ કાર્યક્રમ સાંભળી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

વડાપ્રધાન 29 સપ્ટેમ્બરના રોજ લેશે ગુજરાતની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 29 સપ્ટેમ્બર, 2022ના રોજ ભાવનગર  (Bhavnagar) ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2019 દરમિયાન, ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં CNG ટર્મિનલ બનાવવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે વિવિધ નીતિઓના ઝડપી અમલીકરણની ખાતરી આપી છે અને આ ટર્મિનલને આગામી દિવસોમાં આકાર લેવા માટે જરૂરી પરવાનગીઓ પૂરી પાડી છે.

Next Article