Rajya Sabha Election દ્વારા મિશન 2024 માટેની તૈયારીમાં BJP, ઉમેદવારોની પસંદગીમાં ક્ષેત્રીય તથા જાતિગત સમીકરણો પર કર્યું ફોક્સ

|

May 30, 2022 | 7:55 AM

ઉતરપ્રદેશમાં રાજ્યસભા (Rajya Sabha ) ની 11 બેઠકો માટે 10 જૂન સુધી મતદાન (Voting) થશે અને તેના માટે નોંધણી કરવાની અંતિમ તારીખ 31 મે છે. વિધાનસભામાં રહેલા ધારાસભ્યોની સંખ્યાના ગણિતને આધારે બીજેપી 7 સીટ અને સપા 3 બેઠકો પર સરળતાથી જીતી શકે છે.

Rajya Sabha Election દ્વારા મિશન 2024 માટેની તૈયારીમાં BJP, ઉમેદવારોની પસંદગીમાં ક્ષેત્રીય તથા જાતિગત સમીકરણો પર કર્યું ફોક્સ
Parliament Monsoon Session
Image Credit source: File photo

Follow us on

ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉતરપ્રદેશમાંથી રાજ્યસભા (Rajyasabha)ની ચૂંટણી (Election)માટે તેના છ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને હજુ બે વધુ ઉમેદવારોના નામની જાહેરાત કરવાની બાકી છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે રાજ્યસભાના ઉમેદવારો દ્વારા લોકસભા ચૂંટણીને જીતવા માટે પણ પ્રયત્ન કર્યો છે અને ટિકિટ વિતરણમાં પ્રાદેશિક અને જ્ઞાતિના સમીકરણો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભાજપે છમાંથી ત્રણ પછાત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં છે અને તે સ્પષ્ટ છે કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું ફોકસ OBC વોટ બેંક પર છે. આ સાથે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયીના માધ્યમથી પાર્ટી પશ્ચિમ ઉત્તર પ્રદેશની સાથે સ્પષ્ટપણે બ્રાહ્મણોને પોતાના જૂથમાં લાવવાનો પ્રયાસ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે ખાસ વાત એ છે કે ભાજપે છમાંથી બે ટિકિટ મહિલાઓને આપી છે.

આ વખતે ભાજપે નિષાદ સમાજ વતી જય પ્રકાશને બદલે બાબુરામ નિષાદને ટિકિટ આપવા ઉપર પસંદગી ઉતારી છે. ગોરખપુર સદર બેઠક પરથી 4 વખત ધારાસભ્ય રહી ચૂકેલા રાધા મોહન દાસ અગ્રવાલને ટિકિટ આપીને તેમની નારાજગી દૂર કરવાનો પ્રય્તન કરવામાં આવ્યો છે તો વૈશ્વિ વર્ગને પણ ખુશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વાસ્તવમાં મોહન દાસ અગ્રવાલની ટીકીટ કાપીને તેમના સ્થાને પક્ષે સીએમ યોગીને ગોરખપુરથી ચૂંટણીમાં ઉતાર્યા હતા. ત્યારથી એવી અફવાઓ ફેલાઈ હતી કે મોહન અગ્રવાલને સપાના અખિલેશ યાદવે સપામાં જોડાવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ મોહન અગ્રવાલે પક્ષને જ પ્રામાણિક રહ્યા હતા. તેથી આ ટિકીટ મોહન અગ્રવાલને તેમની ધીરજ અને પ્રામાણિકતાના ઇનામ સ્વરૂપે આપવામાં આવી હોવાની ચર્ચા છે. મોહન અગ્રવાલ સીએમ યોગીની પસંદગી હોવાનું કહેવાય છે.

ભાજપે UP માટે આ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા

રાજ્યસભામાં યુપી ક્વોટાની 11 બેઠકો માટે 31 મે સુધી નામાંકન થઈ શકે છે અને ભાજપે માત્ર છ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જ્યારે બે બેઠકો માટે આજે નામની જાહેરાત કરવામાં આવશે. ભાજપે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયી, પૂર્વ ધારાસભ્ય રાધા મોહન દાસ અગ્રવાલ, ભાજપના નેતા બાબુરામ નિષાદ, મહિલા મોરચાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દર્શના સિંહ અને ચૌરી-ચૌરાના ભૂતપૂર્વ ધારાસભ્ય સંગીતા યાદવ અને વર્તમાન રાજ્યસભા સભ્ય સુરેન્દ્ર નાગરને ટિકિટ આપી છે. પાર્ટીએ છમાંથી બે બેઠકો પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

10 જૂને ચૂંટણી યોજાવાની છે

રાજ્યસભાની 11 બેઠકો માટે 10 જૂને મતદાન થશે અને આ માટે નામાંકન કરવાની છેલ્લી તારીખ 31 મે છે. વિધાનસભાના ગણિત પ્રમાણે ભાજપ 7 અને સપા 3 બેઠકો સરળતાથી જીતી શકે છે. જ્યારે એક બેઠક પર બંને પક્ષો વચ્ચે જંગ જામશે. ભાજપે આજે બે બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવાની છે.

Next Article