દેશના અનેક રાજ્યોમાં ક્યાંક મહેર તો ક્યાંક કહેર બની પડી રહ્યો છે વરસાદ, માયાવી નગરી મુંબઈના હાલ થયા બેહાલ- Video

|

Jul 25, 2024 | 5:49 PM

દેશના અનેક રાજ્યોમાં વરસાદી મહેર જોવા મળી રહી છે. જો કે તંત્રના પાપે કુદરતી આ મહેર આફત બની રહી છે. જેમા દેશની આર્થિક રાજધાની મુંબઈના હાલ બેહાલ થયા છે. અનેક વિસ્તારો ફરી જળમગ્ન બન્યા છે.

સમગ્ર દેશમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. દિલ્લીથી લઇને મુંબઈ સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. આજે મહારાષ્ટ્ર, દિલ્લી એનસીઆર અને ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. જ્યારે કેટલીક જગ્યાએ હળવો વરસાદ જોવા મળ્યો. આવી જ સ્થિતિ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બની છે, જ્યાં ભારે વરસાદના કારણે લોકોને રાહતની સાથે પાણી ભરાઈ જવાનો સામનો કરવો પડ્યો છે.

મહારાષ્ટ્રના પુણેમાં પણ વરસાદથી રાહત મળી છે, પરંતુ તેના કારણે શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. વરસાદ એટલો ભારે હતો કે પુણેની 15 જેટલી હાઉસિંગ સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. પુણે શહેરમાં ચાર અલગ-અલગ સ્થળોએ 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. વહીવટીતંત્રે પુણે પિંપરી ચિંચવડ શહેરની શાળાઓમાં રજા જાહેર કરી છે. ગુરુવારે પાલઘરમાં શાળા અને કોલેજો પણ બંધ રાખવામાં આવી છે..

મહારાષ્ટ્રના પુણે સહિત અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ છે. પુણે શહેરમાં ભારે વરસાદને કારણે ડેક્કન નદીની આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. પુણેનો ખડકવાસલા ડેમ પણ 100 ટકા ભરાઈ ગયો છે. આ સિવાય મુંબઈ શહેરમાં સવારથી જ જોરદાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિક જામ છે. કોલ્હાપુરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

મુંબઈમાં પાણી ભરાવાને કારણે લોકલ ટ્રેનો 20થી 25 મિનિટ મોડી ચલાવવામાં આવી. હવામાન વિભાગે માહિતી આપી કે, મોડી રાતથી મુંબઈમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. લોનાવાલામાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

બીજી તરફ નેપાળમાંથી છોડવામાં આવતા પાણીને કારણે ઉત્તર પ્રદેશમાં રાપ્તી નદીમાં વધારો થયો છે. જેના કારણે ગોરખપુરના 50 ગામોમાં પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. NDRF અને SDRFને પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે.

 દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video