મહારાષ્ટ્રમાં મોટી બેદરકારી, પોલિયો ડ્રોપની જગ્યાએ 12 બાળકોને પીવડાવી દીધા સેનેટાઈઝરના ટીપાં

મહારાષ્ટ્રમાં મોટી બેદરકારી, પોલિયો ડ્રોપની જગ્યાએ 12 બાળકોને પીવડાવી દીધા સેનેટાઈઝરના ટીપાં
પ્રતિકારાત્મક તસ્વીર

મહારાષ્ટ્રમાં લાપરવાહીની બહુ મોટી ઘટના સામે આવી છે. યવતમાલ જીલ્લાના કાપસીકોપરી ગામમાં 12 બાળકોને પોલીયો (Polio) ડ્રોપની જગ્યાએ સેનેટાઈઝર પીવડાવી દેવામાં આવ્યું.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Feb 02, 2021 | 12:00 PM

મહારાષ્ટ્રમાં લાપરવાહીની બહુ મોટી ઘટના સામે આવી છે. યવતમાલ જીલ્લાના કાપસીકોપરી ગામમાં 12 બાળકોને પોલીયો (Polio)  ડ્રોપની જગ્યાએ સેનેટાઈઝર પીવડાવી દેવામાં આવ્યું. દરેક બાળકની ઉમર પાંચ વર્ષથી નાની છે. ઉલટી અને સતત બેચેનીની ફરિયાદ બાદ બાળકોને જીલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. જાણવામાં આવી રહ્યું છે કે અત્યારે હાલત સ્થિર છે. ડોક્ટર અને એમની ટીમ બાળકોની દેખરેખ રાખી રહી છે.

આ કેસમાં ભાનબોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર, આંગણવાડી કાર્યકર અને એક આશા વર્કર સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. યવતમાલના સામાજિક કાર્યકર્તા કિશોર તિવારીએ જણાવ્યું છે કે તેઓ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેને મળીને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરશે.

Negligence in Maharashtra, Sanitizer drops given to 12 children instead of polio drops (1)

મહારાષ્ટ્રમાં બેદરકારીની ઘટના

બાળકોની તબિયત થઇ ખરાબ આ ઘટના રવિવારની છે. બીજા દિવસે સોમવારે જ્યારે પોલીયા અભિયાન ટીમને જણાવવામાં આવ્યું ત્યારે તેઓને તેમની ભૂલનો અહેસાસ થયો. બાદમાં તેઓએ બીજી વાર પોલિયોની દવા આપી. બીમાર પડી ગયેલા 12 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સ્ટાફને ટ્રેનીંગ આપવામાં આવી હતી કે નહીં? જિલ્લા પરિષદના સીઈઓ શ્રીકૃષ્ણ પંચાલે કહ્યું કે, “આ એક મોટી બેદરકારી છે. પોલિયો રસીની બોટલ પર વાયરલ મોનિટર વાલા ચોરસ બનેલા હોય છે. તેનો અલગ રંગ પણ હોય છે. આ બેદરકારી કઈ રીતે થઇ ગઈ એની તપાસ કરવામાં આવશે. એ પણ જોવામાં આવશે કે બાળકોને પોલીયો પીવડાવવાવાળા સ્ટાફને ટ્રેનીંગમ આપવામાં આવી હતી કે નહીં? ‘

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati