છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં 2,00,000થી વધુ ખાનગી કંપનીઓના દરવાજા વાગ્યાં ખંભાતી તાળા

દેશમાં વર્તમાનમાં અમલી કંપની અધિનિયમ, 2013 અનુસાર, જો કોઈ કંપની લાંબા સમય સુધી વ્યવસાયિક પ્રવૃત્તિઓ બંધ રાખે છે અથવા નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કર્યા પછી સ્વેચ્છાએ રેકોર્ડમાંથી દૂર થવાનું પસંદ કરે છે, તો તેને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરી શકાય છે.

છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં 2,00,000થી વધુ ખાનગી કંપનીઓના દરવાજા વાગ્યાં ખંભાતી તાળા
| Edited By: | Updated on: Dec 09, 2025 | 2:35 PM

કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલા આંકડાકીય વિગતો અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં 2,00,000 થી વધુ ખાનગી કંપનીઓ બંધ થઈ ગઈ છે. આ આંકડો માત્ર બજારના વધઘટને પ્રતિબિંબિત કરતો નથી પરંતુ “શેલ” અથવા નિષ્ક્રિય કંપનીઓ સામે સરકાર દ્વારા ચલાવી રહેલ ઝુંબેશના ભાગરૂપે પણ કંપનીઓ સામે પગલાં લેવાયા છે.

કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ, લોકસભામાં એક પ્રશ્નના આપેલા લેખિત જવાબમાં રજૂ કરાયેલા ડેટા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં 2,04,268 ખાનગી કંપનીઓ બંધ થઈ ગઈ છે. આ કંપનીઓ કંપની અધિનિયમ, 2013 હેઠળ જોડાણ, રૂપાંતર, વિસર્જન અને રેકોર્ડમાંથી દૂર થવાને કારણે બંધ થઈ હતી.

ક્યારે અને કેટલી કંપનીઓ બંધ થઈ હતી?

2024-25માં 20,365 ખાનગી કંપનીઓ બંધ થઈ

  • 2023-24માં 21,181
  • 2022-23માં 83,452
  • 2021-22માં 64.054
  • 2020-21માં 15,216 ખાનગી કંપનીઓ બંધ થઈ

કર્મચારી પુનર્વસન અંગે સરકારના પગલાં

બંધ કંપનીઓના કર્મચારીઓના પુનર્વસન માટે કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે કેમ તે અંગે, કેન્દ્રીય રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આવી કોઈ દરખાસ્ત સરકાર સમક્ષ નથી. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 2021-22થી શરૂ થતા પાંચ નાણાકીય વર્ષોમાં કુલ 1,85,350 કંપનીઓને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી છે.

8648 કંપનીઓને રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી

આમાંથી, 16 જુલાઈ 2025 સુધીમાં, ફક્ત આ નાણાકીય વર્ષમાં જ 8,648 કંપનીઓને રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી છે. કંપની અધિનિયમ, 2013 મુજબ, જો કોઈ કંપની લાંબા સમય સુધી કોઈપણ વ્યવસાયિક પ્રવૃત્તિ ચાલુ રાખતી નથી અથવા જો કંપની પોતે સ્વેચ્છાએ નિયમનકારી આવશ્યકતાઓને પૂર્ણ કરીને રેકોર્ડમાંથી દૂર કરવાનું પસંદ કરે છે, તો તેને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરી શકાય છે.

દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.