મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું ‘કોરોનાની જંગમાં સરકાર એકજૂટ થઈ ઝડપથી કરી રહી છે કામ’

|

Apr 30, 2021 | 7:52 PM

દેશમાં કોરોનાની બીજી લહેરથી ઉભી થયેલી સ્થિતિ પર ચર્ચા માટે આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક યોજાઈ. બેઠકમાં મંત્રીઓની સાથે-સાથે વડાપ્રધાન, પ્રધાન સચિવ, કેબિનેટ સચિવે પણ ભાગ લીધો.

મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કોરોનાની જંગમાં સરકાર એકજૂટ થઈ ઝડપથી કરી રહી છે કામ
FILE PHOTO : PM MODI

Follow us on

દેશમાં કોરોનાની બીજી લહેરથી ઉભી થયેલી સ્થિતિ પર ચર્ચા માટે આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક યોજાઈ. બેઠકમાં મંત્રીઓની સાથે-સાથે વડાપ્રધાન, પ્રધાન સચિવ, કેબિનેટ સચિવે પણ ભાગ લીધો. આ દરમિયાન કહેવામાં આવ્યું કે વર્તમાન મહામારીનું સંકટ સમગ્ર દુનિયા માટે એક મોટો પડકાર છે. તેની સાથે જ કેન્દ્ર, રાજ્ય સરકારો અને ભારતના લોકોના સંયૂક્ત પ્રયત્નોના આધાર પર કોરોનાથી લડવા માટે ભારત સરકારની ટીમ ઈન્ડિયાના દષ્ટિકોણ પર પ્રકાશ પાડવામાં આવ્યો.

 

 

બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સ્થિતિ સામે લડવા માટે સરકારના તમામ હથિયાર એકજૂટ અને ઝડપથી કામ કરી રહ્યા છે. તેમને મંત્રીઓને પોતાના સંબંધિત વિસ્તારના લોકોની સાથે સંપર્કમાં રહેવા, તેમની મદદ કરવા અને તેમની પ્રતિક્રિયા પ્રાપ્ત કરવાનો આગ્રહ કર્યો. તેમને તે સુનિશ્ચિત કરવાની આવશ્યકતા પર ભાર મુક્યો કે સ્થાનિક સ્તર પર મુદ્દાને તરત ઓળખી અને તેમને સંબોધિત કરવામાં આવે.

 

અત્યાર સુધી કરેલા કામની કરી સમીક્ષા

પરિષદે કેન્દ્ર અને રાજ્ય સરકારો અને ભારતના લોકો દ્વારા છેલ્લા 14 મહિનામાં કરેલા તમામ પ્રયત્નોની સમીક્ષા કરી. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોની સાથે સંપર્ક, હોસ્પિટલના બેડ, પીએસએ ઓક્સિજનની સુવિદ્યા, ઓક્સિજનનું ઉત્પાદન, પરિવહનના મુદ્દાઓને હલ કરવા, જરૂરી દવાઓ સંબંધિત મુદ્દાઓના હલ કરવા માટેના પ્રયત્નો વિશે જણાવવામાં આવ્યું. તેનો પુરવઠો અને ઉપલબ્ધતા વધારવાના પગલા પણ સૂચવવામાં આવ્યા હતા. અનાજ અને અનાજની જોગવાઈના પગલાં અને જનધન ખાતા ધારકોને આર્થિક સહાય માટે પણ સૂચન કરવામાં આવ્યું.

 

કોરોના પ્રોટોકોલનું રાખો ધ્યાન

મંત્રી પરિષદે કોરોનાના તમામ પ્રોટોકોલના મહત્વ પર પણ ભાર મુક્યો. માસ્ક પહેરવું, 6 ફૂટનું અંતર રાખવું અને વારંવાર હાથ ધોવા. પરિષદે કહ્યું કે સમાજની ભાગીદારી મહત્વપૂર્ણ કામને આગળ વધારવા માટે જરૂરી છે અને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે દેશ આ સ્થિતીમાંથી ઉભો થશે અને વાઈરસને હરાવશે.

 

 

આ પણ વાંચો: Kutch : મિત્ર દેશ ભારતની વહારે, સાઉદી અરબથી મુન્દ્રા અદાણી બંદરે 60 ટન ઓક્સિજનનો જથ્થો પહોંચ્યો

Published On - 7:47 pm, Fri, 30 April 21

Next Article