Cyclone Arnab : ચક્રવાત અર્નબ નબળું પડ્યું, છતાં 6 રાજ્યોમાં ભારે વરસાદનું સંકટ યથાવત્, જુઓ Video

Cyclone Arnab : ચક્રવાત અર્નબ નબળું પડ્યું, છતાં 6 રાજ્યોમાં ભારે વરસાદનું સંકટ યથાવત્, જુઓ Video

| Updated on: Oct 31, 2026 | 12:08 PM

અર્નબ ચક્રવાત નબળું પડ્યા છતાં હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિસા અને પશ્ચિમ બંગાળ સહિત 6 રાજ્યોના 23 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.

ચક્રવાત અર્નબ નબળું પડ્યું હોવા છતાં ભારતના કેટલાક ભાગોમાં હવામાન અસ્થિર રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી પાંચથી છ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. IMD એ 6 રાજ્યોના 23 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપી છે.

આ આગાહી મુજબ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, ઉત્તરાખંડ, ઓડિસા અને પશ્ચિમ બંગાળમાં પણ વરસાદ પડશે. ખાસ કરીને 1 અને 2 નવેમ્બરે ઓડિસામાં વરસાદની અપેક્ષા રાખવામાં આવી છે. ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની આગાહી છે.

ઉત્તર-પૂર્વ ભારતમાં પણ વરસાદનો માહોલ રહેશે. 5 નવેમ્બર સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છુટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ ભારતમાં ગોવા સહિત તમિલનાડુ અને પુડુચેરીમાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ 2 નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ઓનલાઈન ગેમિંગના દેવામાં ડૂબેલા યુવકે અપનાવ્યો ગાંજાની હેરાફેરીનો રસ્તો, પછી જે થયું.. જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.