Surat : બારડોલી સ્ટેશન રોડ પાસે અકસ્માત સર્જાયો, કાર ચાલકે બાઇક સવાર બે લોકોને લીધા અડફેટે, જુઓ Video

Surat : બારડોલી સ્ટેશન રોડ પાસે અકસ્માત સર્જાયો, કાર ચાલકે બાઇક સવાર બે લોકોને લીધા અડફેટે, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2023 | 11:38 PM

કારમાં એરબેગ ખુલી જવાના કારણે ચાલકનો આબાદ બચાવ થયો છે. કારની ટક્કરથી બાઇક સવાર બંને લોકો હવામાં ફંગોળાયા હતા અને નીચે પટકાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ચાલકે એક્સિલેટર વધારે દબાવી દેતા કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાર અને બાઇકને નુકસાન થયું છે.

Surat : સુરતના બારડોલી સ્ટેશન રોડ પાસે જોરદાર અકસ્માત (Accident) સર્જાયો હતો. એક કાર ચાલકની ભૂલના કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બારડોલી સ્ટેશન રોડ પર આવેલી સર્વોદય સોસાયટીમાં બપોરના સમયે ટ્રાફિકથી ધમધમતા રોડ પર બાજુની ગલીમાંથી અચાનક એક કારે આવીને બાઇક સવાર બે લોકોને ઉડાડ્યા અને પ્રાથમિક શાળાની દીવાલ પર જઇને અથડાઇ હતી, પરંતુ આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો Breaking News: સુરતમાં ગણપતિ વિસર્જન માટે બનાવાયેલા કુંડમાં પડી જતા 5 વર્ષના બાળકનું મોત

કારમાં એરબેગ ખુલી જવાના કારણે ચાલકનો આબાદ બચાવ થયો છે. કારની ટક્કરથી બાઇક સવાર બંને લોકો હવામાં ફંગોળાયા હતા અને નીચે પટકાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ચાલકે એક્સિલેટર વધારે દબાવી દેતા કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાર અને બાઇકને નુકસાન થયું છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">