જો તમે ગોવા જવાનું વિચારતા હો તો કરી લેજો આ કામ, એરપોર્ટ પર બતાવવો પડશે રિપોર્ટ

|

Mar 23, 2021 | 12:41 PM

ઉનાળાના સમયમાં લોકો ગોવા જવાનું ખાસ પસંદ કરતા હોય છે. આવામાં ગોવા સરકાર વિચારણા કરી રહી છે કે યાત્રીઓનો કોરોના નેગેટીવ રીપોર્ટ ફરજીયાત કરવામાં આવે.

જો તમે ગોવા જવાનું વિચારતા હો તો કરી લેજો આ કામ, એરપોર્ટ પર બતાવવો પડશે રિપોર્ટ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

જો તમે ગોવા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગોવાની સરકાર નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે કે, અન્ય રાજ્યોમાંથી આવતા લોકોએ સાથે નેગેટિવ રિપોર્ટ લાવવો પડશે. જી હા દેશમાં વધી રહેલા કોરોનાને કેસની સંખ્યાને જોતા મહામારીના સંક્રમણની વચ્ચે ગોવામાં જવું હશે તો કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે લઇ જવો પડશે. તો જ તમને ગોવામાં એન્ટ્રી મળશે. આના પર સરકાર હજુ વિચારણા કરી રહી છે.

ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ કહ્યું છે કે હાલમાં આ મામલો મુખ્યમંત્રી પ્રમોદ સાવંદ પાસે છે. આ મામલો મુખ્યમંત્રીની વિચારણા હેઠળ છે. તેઓની પરવાનગી મળતાની સાથે જ તેનો અમલ કરવામાં આવશે. અને ગોવામાં બહારથી આવતા લોકોએ ફરજીયાત કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ લાવવો પડશે.

આ રાજ્યમાં પણ નિયમ

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

રાજસ્થાનમાં અન્ય રાજ્યોથી આવતા લોકોએ પણ કોરોનાનો નેગેટિવ હોવાનો રિપોર્ટ લાવવો પડશે. રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે રવિવારે આ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે અન્ય રાજ્યોથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ રિપોર્ટ લાવવો ફરજીયાત કર્યો છે. આ ઉપરાંત આઠ શહેરોમાં નાઇટ કર્ફ્યુ પણ જાહેર કરાયો છે. પ્રાથમિક શાળાઓ પણ આવતા સમયમાં બંધ રહેશે.

રાજસ્થાન સરકારે આદેશ જારી કરતાં કહ્યું હતું કે, 22 માર્ચથી રાત્રે 10 વાગ્યા પછી શહેરના તમામ મ્યુનિસિપલ વિસ્તારોમાં બજારો બંધ રહેશે. અજમેર, ભીલવાડા, જયપુર, જોધપુર, કોટા, ઉદેપુર, સાગવારા અને કુશલગઢમાં સવારે 11 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવામાં આવશે. આ ઉપરાંત 25 માર્ચથી રાજ્યમાં પ્રવેશતા લોકોએ કોરોનાનો નેગેટિવ હોવાનો આરટી-પીસીઆર રિપોર્ટ લાવવો જરૂરી બનશે. આ અહેવાલ 72 કલાકથી વધુ જુનો ન હોવો જોઈએ. ”

જાહેર છે કે ગોવા જવાના પ્લાનને લઈને સોશિયલ મીડિયામાં લોકો મજાક કરતા રહેતા હોય છે. જેમાં મુખ્યત્વે મિત્રોના કારણે ગોવાનો પ્લાન કેન્સલ થયો હોય એવી મજાક વધુ થતી હોય છે. પરંતુ જો હવે ગોવા સરકાર કોરોના નેગેટીવ રીપોર્ટનો નિયમ લાવે છે તો ગોવા પ્લાન કેન્સલ થવામાં વધુ એક કારણ ઉમેરાઈ જશે. ખાસ કરીને ઉનાળાના સમયમાં લોકો ગોવા જવાનું વધુ પસંદ કરતા હોય છે. આવામાં કોરોનાના રીપોર્ટનો નિયમ યાત્રીઓની સંખ્યામાં અસર કરી શકે એમ છે.

Next Article