India China News: રેલવેએ ચીનને આપ્યો વધુ એક ઝટકો,સેમી હાઈ સ્પીડ ટ્રેનનું ટેન્ડર રદ્દ

|

Sep 20, 2020 | 9:12 PM

પૂર્વ લદ્દાખમાં ચીને આપેલા ધોખા પછી તેને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. રેલવે એ હવે 44 સેટ સેમી હાઈ સ્પીડ ટ્રેન- વંદેભારત એક્સપ્રેસનાં નિર્માણ માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરને રદ્દ કરી નાખ્યું છે.ખાસ વાત એ છે કે સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ માટે મંગાવાયેલા ગ્લોબલ ટેન્ડરમાં ચીનની સરકારી કંપની પણ સામેલ […]

India China News: રેલવેએ ચીનને આપ્યો વધુ એક ઝટકો,સેમી હાઈ સ્પીડ ટ્રેનનું ટેન્ડર રદ્દ
http://tv9gujarati.in/idnia-china-news…in-nu-tender-rad/

Follow us on

પૂર્વ લદ્દાખમાં ચીને આપેલા ધોખા પછી તેને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. રેલવે એ હવે 44 સેટ સેમી હાઈ સ્પીડ ટ્રેન- વંદેભારત એક્સપ્રેસનાં નિર્માણ માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરને રદ્દ કરી નાખ્યું છે.ખાસ વાત એ છે કે સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ માટે મંગાવાયેલા ગ્લોબલ ટેન્ડરમાં ચીનની સરકારી કંપની પણ સામેલ હતી. રેલવેએ કહ્યું છે કે એક મહિનાની અંદર નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે કે જેમાં મેક ઈન ઈન્ડિયાને પ્રાધાન્ય આપવામાં આવશે. 44 પ્રોપલ્સન સિસ્ટમ માટે ભારતીય રેલવેએ ગ્લોબલ ટેન્ડર આમંત્રિત કર્યા હતા, આ ટેન્ડરમાં ચીનની સરકારી કંપની CRRC પાયોનિયર ઈલેકટ્રીક ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ પણ સામેલ હતી. CRRC લિમિટેડનું ગુરૂગ્રામની એક કંપની સાથે જોઈન્ટ વેન્ચર છે અને બંને કંપનીભારતમાં મળીને કામ કરી રહી છે.

રેલવેએ 44 સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનાં નિર્માણ માટે ગયા વર્ષનાં અંત સુધીમાં ગ્લોબલ ટેન્ડર કાઢ્યું હતું, પાછલા મહિને જ્યારે તેને ખોલવામાં આવ્યું તો ચીની જોઈન્ટ વેન્ચર કંપની એમાં એક માત્ર વિદેશી કંપની હતી. 16 કોચની 44 ટ્રેન માટે ઈલેકટ્રીક ઈક્વીપમેન્ટ અને બીજા આઈટમની ઉપલબ્ધી પર છ કંપનીઓએ બોલી લગાવી હતી. આ નિવિદામાં અન્ય કંપનીઓમાં દિલ્હીની ભેલ, સંગરૂરની ભારત ઈન્ડસ્ટ્રીઝ, નવી મુંબઈની પાવરનેટિક્સ ઈક્વીપમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, હૈદરાબાદની મેઘા ગ્રૃપ અને પરવાનુંની ઈલેક્ટ્રોવેક્સ ઈલેકટ્રોનીક પ્રાઈવેટ લિમિટેડ પણ સામેલ હતી.

જો કે રેલવે એ ટેન્ડરને રદ્દ કરવાનાં કારણ નથી આપ્યા પણ અધિકારીઓનું કહેવું છે કે પહેલી ટ્રેન 18 બનાવવામાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો, એમાંથી 35કરોડ પ્રપલ્શન સિસ્ટમની કિંમત હતી. એના હિસાબથી જોવા જઈએ તો 44 આ પ્રકારનાં સિસ્ટમનાં ટેન્ડર 1500 કરોડ રૂપિયાથી વધારેનો હોઈ શકે છે. ચીન સાથે સીમા પર વધેલા તણાવને જોતા દેશમાં ચીનની કંપનીઓ અને સામાનનાં બહિષ્કારની માગ ઉઠી છે જેને ધ્યાનમાં રાખીને સરકારે ચીનની ઘણી કંપનીઓનાં ટેન્ડર રદ્દ કરી નાખ્યા છે. આ પહેલા રેલવેએ કાનપુર અને દીનદયાળ ઉપાધ્યાય સેક્શન વચ્ચે સિગ્નલિંગ અને ટેલીકોમ્યુનિકશનનું 471 કરોડનું ચીની કંપનીનું ટેન્ડર રદ્દ કરી નાખ્યું હતું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:19 pm, Sat, 22 August 20

Next Article