IC 814 Hijack : એ 50 મિનિટ ખૂબ જ મહત્વની હતી, RAWના પૂર્વ ચીફે જણાવ્યું – એ સમયે ક્યા થઈ હતી ગંભીર ભૂલ

|

Sep 04, 2024 | 2:33 PM

IC 814 Kandhar Hijack : 1999માં ભારતીય એરલાઇન્સની ફ્લાઇટ IC 814ના હાઇજેક પર આધારિત નેટફ્લિક્સ સિરીઝે ફરી વિવાદ જગાવ્યો છે. તત્કાલીન RAW ચીફ એ એસ દુલતે કહ્યું હતું કે, અમૃતસરમાં નિર્ણય લેવામાં ખામી રહી હતી. પંજાબ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વિમાનને રોકવામાં નિષ્ફળ રહી હતી. પાકિસ્તાનની ISIની ભૂમિકા પણ શંકાસ્પદ છે.

IC 814 Hijack : એ 50 મિનિટ ખૂબ જ મહત્વની હતી, RAWના પૂર્વ ચીફે જણાવ્યું - એ સમયે ક્યા થઈ હતી ગંભીર ભૂલ

Follow us on

નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘IC 814: The Kandahar Hijack’ વેબ સિરીઝે ફરી એકવાર દેશને એ દુખદ અને હૃદયદ્રાવક ઘટનાની કાળી યાદ અપાવી છે. જેને આજે દેશ ભૂલી ગયો હતો. હકીકતમાં, 1999 માં, ઈન્ડિયન એરલાઇન્સની ફ્લાઈટ IC 814 ને પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરવામાં આવી હતી. કાઠમંડૂથી દિલ્હી આવી રહેલ આ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને હાઈજેકર્સ આતંકવાદીઓ દિલ્હીને બદલે, અમૃતસર, લાહોર અને દુબઈ થઈને અફઘાનિસ્તાનના કાબુલ લઈ ગયા હતા.

નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘IC 814: The Kandahar Hijack’ વેબ સિરીઝે આ ઘટનાને લઈને નવી ચર્ચા જગાવી છે. આ ચર્ચામાં સરકાર અને તે સમયે સંકળાયેલી અનેક કેન્દ્રીય અને સ્ટેટ એજન્સીઓ દ્વારા લેવામાં આવેલ નિર્ણયો, તેમના દ્વારા કરાયેલી કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે. 1999માં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના વડા રહી ચૂકેલા એ એસ દુલતે ઈન્ડિયા ટુડે ટીવી સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે, આ મામલે નિર્ણય લેવામાં મોટી ભૂલ થઈ હતી.

દુલતે વધુમાં કહ્યું, “એકવાર અપહૃત વિમાન અમૃતસરમાં લેન્ડ થયું, અમારી પાસે એ સુનિશ્ચિત કરવાનો સમય હતો કે અપહૃત વિમાન ભારતીય ક્ષેત્ર છોડીને અન્ય ક્ષેત્રમાં ના જાય.” પરંતુ જ્યારે અપહૃત વિમાન અમૃતસરથી નીકળી ગયું ત્યારે આપણી પાસે અપહરણકારો સાથે સોદો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ બચ્યો ન હતો. તેમણે વધુમાં કહ્યું કે, ‘કોઈ નિર્ણય લેવાયો નહોતો. આ ઘટના બની ત્યારે પણ મેં આ જ કહ્યું હતું અને ઘણી વખત કહ્યું છે કે, અમૃતસરમાં આપણી મોટી ભૂલ થઈ હતી.

લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024
કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ

એ 50 મિનિટ, આખો ગેમ પ્લાન ચેન્જ કરી શકત

હકીકતમાં, 24 ડિસેમ્બર, 1999ના રોજ, કાઠમંડુથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC 814 ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતાની સાથે જ પાંચ આતંકવાદીઓએ હાઈજેક કરી લીધી હતી. એરક્રાફ્ટ ઇંધણ ભરવા માટે અમૃતસર ઉતર્યું અને 50 મિનિટ સુધી અમૃતસર એરપોર્ટ પર રહ્યું. આમ છતાં પંજાબ પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર દળો સહિતના અધિકારીઓ આ તકનો લાભ ના ઉઠાવી શક્યા. દુલતે કહ્યું, ‘અમે બધા ત્યાં હતા અને અમારે નિર્ણય લેવો જોઈતો હતો. હું કોઈને દોષ આપવા માંગતો નથી, આટલા વર્ષો કોઈને દોષ આપવો એ વાજબી નથી. હું પણ બીજાની જેમ એટલો જ દોષિત છું.

દુલતે ચોંકાવનારો ખુલાસો કર્યો

ભૂતપૂર્વ RAW ચીફ એ એસ દુલતે અપહરણની પરિસ્થિતિ પર પંજાબના તત્કાલીન પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સરબજીત સિંહ સાથેની તેમની લાંબી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, ‘મારી પંજાબના ડીજીપી સાથે લાંબી વાતચીત થઈ હતી. જેમણે મને કહ્યું કે તેઓ કેપીએસ ગિલ નથી, અને તે પોતાની નોકરી દાવ પર લગાવવાના નથી. તેમણે કહ્યું કે મુખ્ય પ્રધાન (તે સમયે પ્રકાશ સિંહ બાદલ પંજાબના મુખ્યપ્રધાન હતા ) એ તેમને કહ્યું કે, તેઓ અમૃતસરમાં કોઈ રક્તપાત ઇચ્છતા નથી. દિલ્હીએ પણ તે દિવસે આવો જ સંકેત આપ્યો હતો.

 

Published On - 2:32 pm, Wed, 4 September 24

Next Article