IAF COVID 19 RELIEF EFFORTS : ભારતીય વાયુસેનાએ 9 મે ના દિવસે 40 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ સહીતનો માલસામાન એરલીફ્ટ કર્યો

|

May 10, 2021 | 10:16 PM

IAF COVID 19 RELIEF EFFORTS : દેશમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ઓક્સીજનની ઉભી થયેલી અછતને પહોચી વળવા વાયુસેના દ્વારા ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ સહીતનો કોવીડ રાહત માલસામાન દેશના વિવિધ ભાગો તેમજ વિદેશમાંથી એરલીફ્ટ કરવામાં આવી રહ્યો છે. ભારતીય વાયુસેનાએ 9 મે ના રોજ 0 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ સહીતનો માલસામાન એરલીફ્ટ કર્યો હતો. 1) ઇન્ડિયન એરફોર્સના બે IL-76s […]

IAF COVID 19 RELIEF EFFORTS : ભારતીય વાયુસેનાએ 9 મે ના દિવસે 40 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ  સહીતનો માલસામાન એરલીફ્ટ કર્યો
IAF COVID 19 RELIEF EFFORTS - 9 MAY 2021

Follow us on

IAF COVID 19 RELIEF EFFORTS : દેશમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ઓક્સીજનની ઉભી થયેલી અછતને પહોચી વળવા વાયુસેના દ્વારા ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ સહીતનો કોવીડ રાહત માલસામાન દેશના વિવિધ ભાગો તેમજ વિદેશમાંથી એરલીફ્ટ કરવામાં આવી રહ્યો છે. ભારતીય વાયુસેનાએ 9 મે ના રોજ 0 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ સહીતનો માલસામાન એરલીફ્ટ કર્યો હતો.

1) ઇન્ડિયન એરફોર્સના બે IL-76s વિમાનો ઇન્ડોનેશિયાના જકાર્તાથી 4 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સને વિમાનમાં લઇને વિઝાગ પર પહોંચ્યા.

2) વાયુસેનાના C-17 એ ઝેઓલાઇટ (મેડીકલ ઓક્સિજનનો કાચો માલ) ફ્રેન્કફર્ટથી મુંબઇ પહોચાડ્યો હતો. અન્ય બે C-17, ફ્રાન્સના બોર્ડઓક્સથી ઓક્સિજન જનરેટર્સને હિંડન એરબેઝ પર અને ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ અને ઇઝરાઇલથી રિસ્પેરેટર્સને હિંડન એરબેઝ પર લાવી રહ્યા છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

3)ભારતમાં વાયુસેનાના C-17 એરક્રાફ્ટ દ્વારા 4 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ પુણેથી જામનગર, 4 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ ગ્વાલિયર અને ભોપાલથી રાંચી અને હિંડનથી રાંચી સુધી 4 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સને એરલીફ્ટ કરવામાં આવ્યા હતા.

4) અન્ય C-17 એરક્રફટે 4 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ વિજયવાડાથી ભુવનેશ્વર, 4 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ 4 ચંદીગઢથી રાંચી, 2 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ આગ્રાથી જામનગર, 2 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ હિંડનથી ભુવનેશ્વર, 6 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ હૈદરાબાદથી ભુવનેશ્વર અને 2 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ જોધપુરથી જામનગરમાં લાવી રહ્યા છે.

Published On - 10:10 pm, Mon, 10 May 21

Next Article