Hyderabad: ઈદની નમાજ અદા કરવાને લઈને જામિયા નિજામિયાએ ફતવો બહાર પાડ્યો

|

May 12, 2021 | 6:47 PM

કોરોનાના વધતા જતા કેસોને જોતા હૈદરાબાદના જામિયા નિઝામિયાએ એક ફતવો બહાર પાડ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે અસાધારણ સંજોગોમાં ઈદની નમાઝ પઢવા માટે એક કરતા વધુ જમાતની સ્થાપના કરી શકાય છે.

Hyderabad: ઈદની નમાજ અદા કરવાને લઈને જામિયા નિજામિયાએ ફતવો બહાર પાડ્યો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

કોરોનાના વધતા જતા કેસોને જોતા હૈદરાબાદના જામિયા નિઝામિયાએ એક ફતવો બહાર પાડ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે અસાધારણ સંજોગોમાં ઈદની નમાઝ પઢવા માટે એક કરતા વધુ જમાતની સ્થાપના કરી શકાય છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જામિયા નિજામિયા, હૈદરાબાદે એક ફતવો બહાર પાડ્યો છે. જેમાં તેને જણાવ્યુ છે કે કોરોનાની અસાધારણ પરિસ્થિતિઓને લઈને ઈદની નમાજ અદા કરવા માટે એક વધુ જમાત સ્થાપિત કરી શકાય છે.

 

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તેવું જરૂરી નથી કે ઈદની નમાજ માત્ર મસ્જિદ અથવા ઈદગાહોમાં અદા કરી શકાય. ફતવામાં કહેવામાં આવ્યું છે કોઈ પણ ખૂલી સ્વચ્છ જગ્યામાં ઈદની નામજ પઢી શકાય છે અને જો સંભવ હોય તો મસ્જિદોમાં એક વધુ જમાત સ્થાપિત કરી શકાય છે. મોટી સંખ્યામાં નમાજ પઢવા પર તેલંગાણા સરકારના પ્રતિબંધોને ધ્યાને લઈને જામિયા નિજામિયાને ઈદની નમાજ અદા કરવા પર સવાલ પુછવામાં આવ્યો હતો.

 

 

જવાબમાં ફતવામાં કહેવામા આવ્યું કે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને જો સરકાર વિશાળ સામૂહિક પ્રાર્થના પર રોક લગાવી રહી છે તો ઈદની પ્રાર્થના (નમાજ) કોઈ પણ સ્વચ્છ ખુલ્લી જગ્યા, સમારોહ હૉલ, સ્કૂલ, કોલેજ, અને ખાનકાહમાં ‘તકબીર’ની સાથે કરી શકાય છે.

 

કદાચ જો મસ્જિદો સિવાય કોઈ અન્ય જગ્યા પર ઈદની નમાજ અદા કરવાની પરવાનગી નથી આપી શકાતી તો, બે કે ત્રણ જમાતોને ગેપ સાથે સ્થાપિત કરી શકાય છે. દરેક જમાતના પોતાના અલગ ઈમામ નમાજ બાદ કુતબા (ઉપદેશ) આપે છે તે જગ્યા કરતાં બીજી જગ્યા પર અન્ય ઈમામ પ્રાર્થનાનું નેતૃત્વ કરવા ઊભા થઈ શકે છે.

 

 

રાજ્યનું સૌથી જૂનું મદ્રેસા-જામિયા નિજમિયા દ્વારા જારી કરાયેલા ફતવા પર મુફ્તી મૌલાના સૈયદ જીયાઉદ્દીન નક્ષબંદીએ તેમજ ડો મોહમ્મદ સૈફુલ્લાહ (કુલપતિ), મૌલાના મીર લતાફત અલી (હેડ ઓફ તફસીર સેક્શન) અને મૌલાના મોહમ્મદ અબ્દુલ ગફુર કાદરી (રેસીએશન સેક્શન)એ સહીઓ (હસ્તાક્ષર) કરી હતી.

 

આ પણ વાંચો : 54 લોકો સામે કેસ દાખલ: PM મોદી, ફડણવીસ અને ભાજપના અન્ય નેતાઓ સાથે જોડાયેલો છે મામલો

Published On - 6:46 pm, Wed, 12 May 21

Next Article