હૈદરાબાદ: ઓવૈસીની સામે ભાજપના નેતાઓએ લગાવ્યા જય શ્રી રામના નારા, જુઓ VIDEO

|

Aug 18, 2022 | 11:16 AM

જ્યારે અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) હૈદરાબાદના બજારમાં પોતાની કાર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભાજપ(BJP)ના નેતાઓ અને સમર્થકોએ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની સામે 'જય શ્રી રામ'ના નારા લગાવવામાં આવ્યા હતા અને તેમને દેશના ગદ્દાર કહ્યા હતા.

હૈદરાબાદ: ઓવૈસીની સામે ભાજપના નેતાઓએ લગાવ્યા જય શ્રી રામના નારા, જુઓ VIDEO
BJP leaders raised slogans of Jai Shri Ram in front of Owaisi

Follow us on

AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો હૈદરાબાદ(Hyderabad)નો છે. 17 ઓગસ્ટે જ્યારે ઓવૈસી પોતાની કારમાં બેગમ બજાર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન તેમને દેશના ગદ્દાર પણ કહેવામાં આવ્યા હતા.

ભાજપ યુવા મોરચા હૈદરાબાદના અધ્યક્ષ લદ્દુ યાદવે પણ આ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઓવૈસીની કાર ત્રિરંગા યાત્રા નજીકથી પસાર થઈ રહી છે. આ દરમિયાન ત્યાં હાજર લોકો ‘જય શ્રી રામ’ના નારા લગાવવા લાગ્યા. મંચ પર હાજર લડ્ડુ યાદવે કહ્યું કે તેમને ‘ભારત માતા કી જય’ કહેતા શરમ આવે છે. હવે આપણામાંથી દેશનો ગદ્દાર બહાર આવ્યો છે. તેઓ ભારત માતા કી જય બોલતા નથી. જો તમે ભારત માતા કી જય નહીં બોલો તો આવનારા સમયમાં હું તમારી છાતી પર પગ મૂકીને તમને બોલાવીશ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

હું ત્રિરંગાને પ્રેમ કરૂ છુંઃ ઓવૈસી

હાલમાં જ ઓવૈસીએ TV9 ભારતવર્ષ સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતની અંદર ઘણી ભાષાઓ, સંસ્કૃતિઓ છે, દુનિયામાં ભારત જેવો કોઈ દેશ નથી. આ બધું દેશની અંદર હોવું એ મારા માટે રાષ્ટ્રવાદ છે. રાષ્ટ્રવાદના મુદ્દે લોકો મને દેશવિરોધી કહે છે. જ્યારે તમે આ કહો છો, તો પછી આગળ કોઈ વાત નહીં થાય. તેમણે કહ્યું કે મને ત્રિરંગાના ડીપીથી કોઈ વાંધો નથી. ત્રિરંગો પહેરીને પ્રેમને યોગ્ય રીતે વ્યક્ત કરી શકાતો નથી. ત્રિરંગા સાથે પ્રેમ હતો, છે અને રહેશે.

Published On - 11:16 am, Thu, 18 August 22

Next Article