ભારતીય નાગરિકત્વ છોડવી હોય તો શું કરવું પડે ? છેલ્લા પાંચ વર્ષમાં કેટલા ભારતીયોએ છોડી નાગરિકતા ?

ભારતીયો વિશ્વના અનેક દેશમાં વસવાટ કરે છે. કેટલાક ભારતીયો જે તે દેશની નાગરિકતા સ્વીકારીને ત્યાં કાયમ માટે ઠરીઠામ થાય છે. કેટલાક ભારતીયો વિદેશની નાગરિકતા મેળવવા પ્રયાસ કરતા હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે ભારતીય નાગરિકતા છોડવા માટે કેવી કાર્યવાહી કરવી પડે છે. છેલ્લા પાંચ વર્ષમાં અનેક ભારતીયોએ ભારતની નાગરિકતા ત્યજીને વિદેશી બની ગયા છે.

ભારતીય નાગરિકત્વ છોડવી હોય તો શું કરવું પડે ? છેલ્લા પાંચ વર્ષમાં કેટલા ભારતીયોએ છોડી નાગરિકતા ?
| Edited By: | Updated on: Jul 25, 2025 | 2:42 PM

સંસદના ચોમાસુ સત્રમાં રાજ્યસભામા વિદેશ મંત્રાલયને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષમાં કેટલા લોકોએ ભારતીય નાગરિકત્વનો ત્યાગ કર્યો છે. ભારતીય નાગરિકતા છોડનારા ભારતીયના આંકડા માંગવામાં આવ્યા હતા. આ લેખિત પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયે કહ્યું કે, 2024 માં 2 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકત્વનો ત્યાગ કર્યો છે. જોકે, આ આંકડો 2023ના વર્ષ જેટલો જ છે, પરંતુ 2023ના વર્ષ કરતા થોડો ઓછો છે. રાજ્યસભામાં ભારતીય નાગરિકત્વનો ત્યાગ સંબંધિત પ્રશ્નના જવાબમાં રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે આ ડેટા બધાની સામે મૂક્યા હતા.

રાજ્યસભામાં, વિદેશ મંત્રાલયને પુછેલા પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયે પાંચ વર્ષનો ડેટા રજૂ કર્યો છે. ડેટા અનુસાર, 2019 થી 2024 સુધીના 5 વર્ષમાં, 2022 માં સૌથી વધુ લોકોએ ભારતીય નાગરિકત્વનો ત્યાગ કર્યો હતો. 2022 માં, 2 લાખ 25 હજાર 620 ભારતીયોએ, ભારતીય નાગરિકત્વનો ત્યાગ કર્યો હતો.

ભારતના ઘણા લોકો આખી દુનિયામાં રહે છે. જોકે, કેટલાક લોકો પોતાનું આખું જીવન વિદેશમાં વિતાવે છે પણ ત્યાંની નાગરિકતા લેતા નથી. બીજી બાજુ, ઘણા લોકો એવા છે જે ભારતીય નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થાય છે. રાજ્યસભામાં આવા લોકોનો ડેટા માંગવામાં આવ્યો હતો.

કેટલા લોકોએ નાગરિકતા છોડી?

  • 2024: 2,06,378
  • 2023: 2,16,219
  • 2022: 2,25,620
  • 2021: 1,63,370
  • 2020: 85,256
  • 2019: 1,44,017

નાગરિકતાનો ત્યાગ કરવા અંગે વિદેશ મંત્રાલયને પ્રશ્ન

વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યું હતું કે શું તે ભારતીય નાગરિકતા છોડનારા ભારતીયોની સંખ્યામાં થયેલા વધારાથી વાકેફ છે. 2024માં, 2,06,378 ભારતીયોએ નાગરિકતાનો ત્યાગ કર્યો, જે 2023 અને 2022માં નોંધાયેલા આંકડા કરતા થોડો ઓછો છે. આનો અર્થ એ થયો કે 2024માં 22-23ના આંકડાની સરખામણીમાં ઘટાડો થયો છે. પરંતુ તે 2021, 2020 અને 2019 કરતાં વધુ છે.

નાગરિકતાનો ત્યાગ કરવાની પ્રક્રિયા શું છે

સરકારને એ પણ પૂછવામાં આવ્યું હતું કે શું તે ભારતીય નાગરિકતાનો ત્યાગ કરવાની વિનંતી સ્વીકારતા પહેલા સંપૂર્ણ તપાસ કરે છે, આ પ્રશ્નના જવાબમાં, તેણે જણાવ્યું છે કે નાગરિકતાનો ત્યાગ કરવાની પ્રક્રિયા શું છે.

નાગરિકતાનો ત્યાગ કરવા માટે, તમારે https://www.indiancitizenshiponline.nic.in પર અરજી કરવી પડશે. આ પછી, તેમના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે, ત્યારબાદ દસ્તાવેજો તેમના પ્રતિભાવ માટે સંબંધિત સરકારી વિભાગોને મોકલવામાં આવશે, જે 30 દિવસની અંદર સબમિટ કરવાના રહેશે.

પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે?

દસ્તાવેજોની ચકાસણી પછી, 30 દિવસ પછી ત્યાગ પ્રમાણપત્ર ઓનલાઈન ઉપલબ્ધ થાય છે. આ પ્રક્રિયામાં લગભગ 60 દિવસનો સમય લાગી શકે છે. તમારી ભારતીય નાગરિકતા છોડ્યા પછી, તમારે તમારી ભારતીય નાગરિકતાના આધારે મેળવેલા તમામ દસ્તાવેજો જેવા કે, મતદાર ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહીતના સંબંધિત અધિકારીઓને પણ સબમિટ કરવા પડશે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો