AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફેશન ડિઝાઈનર કેવી રીતે બની શકાય? જાણો શિક્ષણથી લઈને પગાર સુધીની માહિતી

માનવીઓ વધારે સુંદર દેખાવા માટે કપડાને પણ પ્રાધાન્ય આપતા હોય છે. આથી જ મહિલા હોય કે પુરુષ નવી ડિઝાઈનના કપડાંને લઈને ભારે આકર્ષણ જોવા મળતું હોય છે. ફેશન ડિઝાઈનર બનીને સારું એવું કરિયર બનાવી શકાય છે.  આ કોર્ષ વિચાર માગી લે છે કારણ કે આ કોર્સમાં કંઈક નવું જ કરવાનું હોય છે. Facebook પર તમામ […]

ફેશન ડિઝાઈનર કેવી રીતે બની શકાય? જાણો શિક્ષણથી લઈને પગાર સુધીની માહિતી
| Updated on: Aug 07, 2019 | 10:51 AM
Share

માનવીઓ વધારે સુંદર દેખાવા માટે કપડાને પણ પ્રાધાન્ય આપતા હોય છે. આથી જ મહિલા હોય કે પુરુષ નવી ડિઝાઈનના કપડાંને લઈને ભારે આકર્ષણ જોવા મળતું હોય છે. ફેશન ડિઝાઈનર બનીને સારું એવું કરિયર બનાવી શકાય છે.  આ કોર્ષ વિચાર માગી લે છે કારણ કે આ કોર્સમાં કંઈક નવું જ કરવાનું હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  એશિયાની સૌથી મોટી હેલ્મેટ નિર્માતા કંપનીએ કહ્યું અમે કાશ્મીરમાં પ્લાન્ટ બનાવીને 1000 લોકોને રોજગારી આપીશું

ફેશન ડિઝાઈનરનું કામ એવું હોય કે જેને મહિલા કે પુરુષના કપડાઓ કે અન્ય જેની હાલની સ્થિતિ પ્રમાણે માગ હોય તેવી વસ્તુઓની ડિઝાઈન બનાવવાની રહે છે. જેમાં બંગડીઓ, હાર, શર્ટ, કૂર્તી, શુઝ વગેરેનો સમાવેશ થાય છે. જે બાદ કંપનીને આ ડિઝાઈન સારી લાગે તો તેનું ઉત્પાદન કરીને બજારમાં મુકવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ફેશન ડિઝાઈનીંગનો ટૂંકો કોર્સ પણ આવે છે અને તેમાં ડિપ્લોમાં પણ કરી શકાય છે. ધો.12 બાદ ડિપ્લોમાં ઈન ફેશન ડિઝાઈન કોર્સની અવધિ 3 વર્ષની હોય છે. જેમાં વિવિધ ડિઝાઈનને લઈને તાલીમ આપવામાં આવે છે. ભારતમાં ફેશનને લઈને મોટી સંસ્થાઓ છે જેમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનનો સમાવેશ થાય છે. એનઆઈડીની શાખા અમદાવાદમાં પણ આવેલી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ધો.12 બાદ એનઆઈડીની પરીક્ષા પાસ કરીને ફેશન ડિઝાઈનીંગના કોર્સમાં એડમિશન મેળવી શકો છો. ડિઝાઈને કેવી રીતે બનાવવી તે અંગેની સમજણ આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે. એનઆઈડીમાંથી સારા ગુણ સાથે પરીક્ષા પાસ કર્યા બાદ લાખો રુપિયામાં પગાર આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા આપવામાં આવતો હોય છે.

[yop_poll id=”1″]

g clip-path="url(#clip0_868_265)">