AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાક્ષસી સ્વરૂપ સાથે આવેલી કોરોનાની બીજી લહેરથી કેવી રીતે રહેશો સુરક્ષિત? જાણો ડોક્ટરનો અભિપ્રાય

કોરોનાની બીજી લહેર આતંક મચાવી રહી છે. એવામાં આ લહેરથી બચવા માટે એક્સપર્ટ ડોકટરે સલાહ સુચન આપ્યા છે. જાણો વિગતવાર.

રાક્ષસી સ્વરૂપ સાથે આવેલી કોરોનાની બીજી લહેરથી કેવી રીતે રહેશો સુરક્ષિત? જાણો ડોક્ટરનો અભિપ્રાય
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: Apr 19, 2021 | 9:36 AM
Share

જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર (કોવિડ -19) દેશમાં સંકટ બનીને આવી ગઈ છે. સંક્રમણ અને મૃત્યુના કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. આવી સ્થિતિમાં દેશના અગ્રણી ડોક્ટરોમાંના એક સીએસ પ્રમેશે કેટલાક સૂચનો શેર કર્યા છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હોસ્પિટલો અને તબીબી કેન્દ્રોમાં ભારે ભીડ હોય છે અને બેડ, ઓક્સિજન સપ્લાય અને આવશ્યક દવાઓનો અભાવ હોવાની ફરિયાદો મળી રહી છે. આવામાં ભારત સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવાને માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર એક સ્રોત શેર કર્યો, જે મુંબઈના ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડિરેક્ટર અને ડો. સીએસ પ્રમેશે તૈયાર કર્યો હતો.

શ્રેણીબદ્ધ ટ્વીટ્સ દ્વારા તેમણે કહ્યું કે એકંદરે પરિસ્થિતિ સારી નથી અને આ પરિસ્થિતિને દૂર કરવાની રીતો સૂચવી. પ્રમેશે સૂચન આપ્યું છે કે જો લોકોને ચેપ લાગ્યો હોય તો તેઓએ પોતાને અને બીજાની રક્ષા કરવી જોઈએ. બચવા માટે કોઈ જાદુઈ લાકડી નથી, પરંતુ લોકોએ મૂળભૂત બાબતોની નોંધ લેવી જોઈએ. આમાં માસ્ક, શક્ય હદ સુધી શારીરિક અંતર અને વારંવાર હાથ ધોવા શામેલ છે.

દેશના ટોચના ચિકિત્સકે સૂચન આપ્યું કે છ ફૂટનું અંતર વધુ સારું છે પરંતુ ઓછામાં ઓછું ત્રણ ફૂટનું અંતર જાળવવું જોઈએ. તેમણે લોકોને ભીડવાળી જગ્યાઓથી બચવા અને બીજાને ન મળવા વિનંતી કરી. આ ઉપરાંત, રસીકરણ અને તાવના કિસ્સામાં પેરાસીટામોલ લેવાનું સૂચન છે.

અને ડો. સીએસ પ્રમેશના સૂચનો

ફરજીયાત માસ્ક પહેરવું. 6 ફૂટનું સામાજિક અંતર વધુ સારું, ઓછામાં ઓછું ૩ ફૂટનું અંતર તો જાળવવું જ. વારંવાર હાથ ધોવા. વેક્સિન બાદ કે તાવ આવે ત્યારે પેરાસીટામોલ દવા લેવી.

જાહેર છે કે બીજી લહેર વધુ ભયંકર વર્તાઈ રહી છે. એવામાં વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું અને શક્ય હોય તેટલું લોકોથી અંતર બનાવીને રાખવું ખુબ જરૂરી છે. માત્ર થોડી સતર્કતાથી જ આપણે મોટાભાગનું જોખમ તાળી શકીએ છીએ.

આ પણ વાંચો: કોરોનાના દર્દીને હોસ્પિટલમાં નથી મળી રહ્યા બેડ, કેન્દ્રીય મંત્રી વીકે સિંહે એક વ્યક્તિ માટે ટ્વિટર પર માંગી મદદ

આ પણ વાંચો: હવાથી ફેલાતા કોરોનાથી ડરશો નહીં, નિષ્ણાંત ડોક્ટરએ જણાવ્યું કે કેવી રીતે બચી શકાય

g clip-path="url(#clip0_868_265)">