ISROના આ 5 ઉપગ્રહોએ લાખો લોકોને આપ્યુ જીવનદાન, ‘ફેની’ વાવાઝોડાની દરેક જાણકારી આપી રહ્યા હતા આ ઉપગ્રહો

|

May 05, 2019 | 8:02 AM

ઓડિશામાં આવેલુ ‘ફેની’ વાવાઝોડુ 193 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવ્યુ હતું. પવન એટલો વધારે હતો કે ઘણાં વૃક્ષો ઉખડી ગયા હતા, બસો પલટી ગઈ હતી, ઘરના દરવાજા અને બારીઓ તુટી ગઈ હતી. સારી વાત એ હતી કે લગભગ 11.5 લાખ લોકોને સુરક્ષિત બચાવી શકયા હતા. કારણ કે ISROના ઉપગ્રહોએ પહેલેથી જ ચેતવણી આપી દીધી હતી. […]

ISROના આ 5 ઉપગ્રહોએ લાખો લોકોને આપ્યુ જીવનદાન, ફેની વાવાઝોડાની દરેક જાણકારી આપી રહ્યા હતા આ ઉપગ્રહો

Follow us on

ઓડિશામાં આવેલુ ‘ફેની’ વાવાઝોડુ 193 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવ્યુ હતું. પવન એટલો વધારે હતો કે ઘણાં વૃક્ષો ઉખડી ગયા હતા, બસો પલટી ગઈ હતી, ઘરના દરવાજા અને બારીઓ તુટી ગઈ હતી.


સારી વાત એ હતી કે લગભગ 11.5 લાખ લોકોને સુરક્ષિત બચાવી શકયા હતા. કારણ કે ISROના ઉપગ્રહોએ પહેલેથી જ ચેતવણી આપી દીધી હતી. આ ઉપગ્રહો દરેક 15 મિનિટમાં ગ્રાઉન્ડ સ્ટેશનને નવી જાણકારી આપી રહ્યાં હતા.

TV9 Gujarati

 

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

ISROની ચેતવણી અને પૂર્વાનુમાનના કારણે ઓડિશાના લગભગ 10 હજાર ગામડાઓ અને 52 શહેરી વિસ્તારોમાં લોકોને સુરક્ષિત બચાવી શકયા. ISROના આ કામ માટે 5 સેટેલાઈટ તૈનાત કરવામાં આવ્યા હતા.

ISROની Insat-3D,Insat-3DR,Scatsat-1,Ocwansat-2 અને મેઘા ટ્રોપિક્સ ઉપગ્રહોએ સતત ઓડિશા પર નજર રાખી હતી. આ ઉપગ્રહોએ સમય પર વાવાઝોડાની જાણકારી ન આપી હોય તો સ્થિતી વધારે બગડી શકતી હતી.

આ પણ વાંચો: ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં દૂધ અને ટામેટાના ભાવમાં વધારો થયો હતો હવે પાક.માં પેટ્રોલનો ભાવ જાણીને ચોંકી જશો

લગભગ 7 દિવસ પહેલાથી જ હવામાન વૈજ્ઞાનિકોએ દક્ષિણ હિન્દ મહાસાગરમાં દબાણને લીધે વાવાઝોડુ આવવાની જાણકારી આપી હતી. ISROના 5 ઉપગ્રહ સતત તેની પર નજર રાખી રહ્યા હતા. દર 15 મિનિટે ગ્રાઉન્ડ સ્ટેશનને નવી જાણકારી આપી રહ્યાં હતા. સુરક્ષિત સ્થળોની જાણકારી મળતા લોકોને પ્રભાવિત વિસ્તારોમાંથી બહાર કાઢવાની મદદ મળી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article