જાણો જે કાયદા હેઠળ બિન-મુસ્લીમોને અપાશે ભારતની નાગરીકતા તે કાયદો CAA કરતા કેટલો અલગ?

|

May 29, 2021 | 9:33 PM

Indian Citizenship: કેન્દ્ર સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લીમ શરણાર્થીઓને ભારતની નાગરીકતા મેળવવા આમંત્રણ આપ્યુ છે.

જાણો જે કાયદા હેઠળ બિન-મુસ્લીમોને અપાશે ભારતની નાગરીકતા તે કાયદો CAA કરતા કેટલો અલગ?

Follow us on

Indian Citizenship: કેન્દ્ર સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લીમ શરણાર્થીઓને (Non Muslim Refugees) ભારતની નાગરીકતા મેળવવા આમંત્રણ આપ્યુ છે. ગૃહ મંત્રાલયે નાગરીકતા કાયદો-1955 અંતર્ગત બનાવવામાં આવેલા 2009ના નિયમો પર તાત્કાલિક અમલ કરવાની સૂચના જાહેર કરી છે. આ નિર્ણય CAA હેઠળ નથી, પરંતુ તેના કરતા અલગ છે. આગળના અહેવાલમાં તમને બંને વચ્ચેનો અંતર જાણવા મળશે.

 

ગૃહમંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ અધિસૂચના પ્રમાણે નાગરીકતા કાયદો -1955ની ધારા 16માં આપવામાં આવેલા અધિકારો હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના (Pakistan, Afghanistan and Bangladesh) અલ્પસંખ્યકોને ધારા-5 અંતર્ગત ભારતના નાગરીક તરીકે ગણવા અને ધારા – 6 હેઠળ તેમના ભારતીય નાગરીકતાનું પ્રમાણપત્ર આપવાનું નક્કી કર્યુ છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

કોણ કોણ કરી શકે છે આવેદન? 

ગુજરાતના મોરબી, રાજકોટ, પાટણ, વડોદરા, છત્તીસગઢના દુર્ગ અને બલોદાબજાર, રાજસ્થાનના જાલૌર, ઉદયપુર, પાલી, બાડમેર, સિરોહી, હરિયાણાના ફરીદાબાદ અને પંજાબના જાલંધરમાં રહેતા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લીમ લોકો ભારતીય નાગરીકતા મેળવવા માટે ઓનલાઈન આવેદન કરી શકે છે.

 

શું છે CAA?

નાગરીકતા સંશોધન કાયદો 2019માં બનાવવામાં આવ્યો. આ બિલને 19 જુલાઈ 2016ના રોજ લોકસભામાં રજૂ કરાયું અને 8 જાન્યુઆરી 2019માં તે લોકસભામાં પાસ થયુ. આ કાયદા હેઠળ અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા બિન-મુસ્લીમ પ્રવાસીઓને નાગરીકતા આપી શકાય. આ એક્ટ હેઠળ હિંદુ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન ધર્મના પ્રવાસીઓ માટે નાગરીકતાનો કાયદો સરળ બનાવાયો હતો.

 

જો દર્શાવેલા ધર્મના પ્રવાસીઓ 1થી 6 વર્ષથી ભારતમાં રહેતા હોય તો તેમને આ એક્ટ હેઠળ નાગરીકતા આપી શકાય છે. આ કાયદાનો લાભ તેમને મળી શકે કે જેઓ 31 ડિસેમ્બર 2014 કે તેની પહેલા ભારત આવ્યા હોય. આ એક્ટ બનાવવા પાછળનો મુખ્ય હેતુ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ઉત્પીડનના ભોગ બનેલા બિન-મુસ્લીમ શરણાર્થીઓને નાગરીકતા આપવાનો છે.

 

કેન્દ્ર સરકારે નાગરીકતા સંશોધન કાયદા હેઠળ હજી નિયમ-કાયદાઓ નક્કી કર્યા નથી. આ કાયદાનો દેશના કેટલાક ભાગમાં વિરોધ થયો હતો. હવે કેન્દ્ર સરકારે નાગરીકતા કાયદા હેઠળ શરણાર્થીઓ પાસે 28 મેથી આવેદન મંગાવવાના શરૂ કર્યા છે. શરણાર્થીઓના આવેદનની ચકાસણી અને કામગીરી જિલ્લાના કલેક્ટરે કરવાની રહેશે. આવેદન કરવા માટે ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવશે.

 

આ પણ વાંચો: Mann Ki Baat : રવિવારે દેશને સંબોધિત કરશે પીએમ મોદી, કોરોના સંકટ અને વેકસિનેશન પર કરી શકે છે ચર્ચા

Next Article